Botad News રઘુવીર મકવાણા/બોટાદ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ઉત્તરાયણ પર્વ નિમિત્તે દાદાને પતંગ, દોરા અને ચીકી, લાડુનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. જ્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર, બોટાદ જિલ્લામા આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે. કષ્ટભંજન હનુમાનજી મંદિરે રોજ દર્શન માટે ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો આવતા હોય છે, ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર વહીવટી વિભાગ દ્વારા ધાર્મિક તહેવારો નિમિત્તે દાદાને અલગ-અલગ પ્રકારના શણગારો કરવામાં આવતા હોય છે. 


ત્યારે આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાને ખાસ પ્રકારનો વિશેષ પતંગ દોરા અને લાડુ, ચીકી સહિતની વાનગીઓનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. હનુમાનજી મંદિરની બહાર તેમજ મંદિરના ગર્ભગૃહમાં અલગ અલગ પતંગોથી શણગાર કરવામાં આવ્યો છે. તેમજ કિંગ ઓફ સાળગપુર હનુમાનજીની પ્રતિમાને પણ ભવ્ય રીતે પતંગોથી શણગાર કરવામાં આવ્યો છે. ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાનો વિશેષ શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.


કષ્ટભંજન દાદાને આજે દર વર્ષની જેમ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જ્યારે આજના પવિત્ર ઉતરાયણ પર્વ નિમિત્તે હજારોની સંખ્યામાં દાદાને પતંગ તેમજ દોરી અનેઅલગ અલગ વાનગીઓનો શણગાર કરવામાં આવ્યો છે. તેમજ મંદિરના સંતો દ્વારા ભવ્યા ગાય પૂજન પણ કરાયુ છે. તેમ મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું.