Astro Tips: જો જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય ત્યારે એક પછી એક ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. ઘણા લોકોની હાલત એવી હોય છે કે તેઓ દિવસ રાત મહેનત કરે તો પણ તેમની પાસે ધન ટકતું નથી. જ્યારે ભાગ્ય સાથ છોડે છે ત્યારે વ્યક્તિના બનતા કામ પણ બગડવા લાગે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ પ્રકારની સ્થિતિ ગ્રહ દોષના કારણે સર્જાતી હોય છે. તેવામાં આવા દોષને દુર કરવા માટેના કેટલાક ઉપાયો આજે તમને જણાવીએ. આ ઉપાયો કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે અને ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


શુક્ર ગ્રહનો સિંહ રાશિમાં પ્રવેશ, આજથી બદલી જશે આ રાશિઓનો સમય, વધશે પદ અને પૈસા


એક મહિના સુધી બે હાથે રુપિયા ભેગા કરશે આ રાશિના લોકો, રોકાણથી થશે જબરદસ્ત ફાયદો


7 જુલાઈથી સિંહ રાશિમાં સર્જાશે મંગળ અને શુક્રની યુતિ, મિથુન સહિત આ 4 રાશિઓને થશે લાભ


તજ


એક તજનો એક ટુકડો લેવો. તેને પૂજામાં રાખી શુભ મુહૂર્તમાં તેને પર્સમાં રાખી લેવો. અથવા તો આ ટુકડાને તિજોરીમાં રાખી દો. આમ કરવાથી તમારા મનની ઈચ્છા ઝડપથી પૂર્ણ થશે.


સાવરણી


જો તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ઈચ્છતા હોય તો શુક્રવારના દિવસે આ ઉપાય કરવો. શુક્રવારે મંદિરમાં ઝાડુનું દાન કરવું સાથે જ આસોપાલવના ઝાડમાં ગંગાજળ ચઢાવી આર્થિક સ્થિતિમાં સુધારા માટે પ્રાર્થના કરવી.


શ્યામ તુલસી

સવારે સ્નાન કરીને દૂધ મિશ્રિત જળ શ્યામ તુલસીને અર્પણ કરવું. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાંજના સમયે તુલસીજી પાસે ઘીનો દીવો કરવો.


 
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)