Ravivar Upay: રવિવારનો દિવસ સૂર્યદેવની પૂજા કરવાનો દિવસ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય ગ્રહોના રાજા છે. સૂર્ય ભગવાનની કૃપાથી જ વ્યક્તિ જીવનમાં પ્રગતિ કરી શકે છે. જો કુંડળીમાં સૂર્ય શુભ હોય તો જીવનમાં અપાર સુખ, ધન અને કીર્તિ પ્રાપ્ત થાય છે. જો સૂર્ય નબળો હોય તો વ્યક્તિ બીમાર અને હંમેશા આર્થિક સંકટમાં ઘેરાયેલો રહે છે. કુંડળીના સૂર્યને પ્રબળ બનાવવા અને સ્થિર ધનની પ્રાપ્તિ કરવા રવિવારે આ ઉપાય કરી શકાય છે. 
 
રવિવારે કરો આ ઉપાય


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


રાશિફળ 30 જુલાઈ: આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, ધન, સંપત્તિ, કિર્તીમાં થશે વધારો


અધિકમાસની પૂર્ણિમા પર સર્જાશે 3 પુણ્યશાળી યોગ, આ ઉપાય કરવાથી પ્રસન્ન થશે લક્ષ્મીજી


શરીરના આ અંગો પર તલ વ્યક્તિને બનાવે છે અંબાણી જેવા સમૃદ્ધ, ચેક કરો તમને ક્યાં છે તલ


રવિવારના દિવસે સૂર્યોદય પહેલા જાગી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા. ત્યારબાદ સૂર્ય ભગવાનને અર્ધ્ય અર્પણ કરો. સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરતી વખતે 'ઓમ સૂર્યાય નમઃ ઓમ વાસુદેવાય નમઃ ઓમ આદિત્યાય નમઃ' મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ કરવાથી સૂર્ય ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે અને સુખ-સંપત્તિનો આશીર્વાદ આપે છે. આ દિવસ રવિવારે આ ઉપાયો પણ ધનલાભ કરાવે છે.


- રવિવારે ઘરના મુખ્ય દરવાજાની બહારની બંને બાજુ દેશી ઘીનો દીવો કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે રવિવારે ઘીનો દીવો કરવાથી સૂર્ય ભગવાનની સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. જો તમારા હાથમાં પૈસા ટકતા નથી તો આ ઉપાય ચોક્કસ કરો.


- રવિવારે ઘરની બહાર જાવ ત્યારે તમારા કપાળ પર ચંદનનું તિલક કરો. આમ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે.  


- રવિવારે લાલ રંગના કપડા પહેરવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે જ આ દિવસે સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે ગોળ, દૂધ, ચોખા અને કપડાંનું દાન કરવું જોઈએ. જેના કારણે દરેક કાર્ય કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય છે.


આ પણ વાંચો:


8 ઓગસ્ટે શુક્ર સિંહ રાશિમાં થશે અસ્ત, આ રાશિઓના લોકો ઘેરાશે આર્થિક સંકટમાં


30 વર્ષ પછી શનિનું આ રાશિમાં ગોચર રાશિચક્રની 3 રાશિઓને વર્ષ 2025 સુધી કરાવશે ફાયદો


- રવિવારે વહેતા પાણીમાં ગોળ અને ચોખા પધરાવવા શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આમ કરવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને અટકેલા કામ પૂર્ણ થાય છે.


- ઘરમાં ધનની આવક વધારવા માટે સૂર્યદેવની સાથે રવિવારે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ. રવિવારે મહાલક્ષ્મી મંત્રનો જાપ કરવાથી ઘરમાં લક્ષ્મી સ્થાયી થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.