Ram Mandir: ભગવાન શ્રીરામનો જન્મ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થયો હતો. તેથી જ અયોધ્યાને રામ જન્મભૂમિ કહેવાય છે અને અહીં વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે સૌ કોઈ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના મંદિરની મુલાકાત લેવા માટે દૂર દૂરથી પહોંચી રહ્યા છે. અયોધ્યાનું રામ મંદિર તો વિશ્વવિખ્યાત થયું છે પરંતુ શું તમે જાણો છો કે અયોધ્યા સિવાય પણ ભારતમાં શ્રીરામ ભગવાનના કેટલાક પ્રખ્યાત મંદિર આવેલા છે? શ્રીરામના આ મંદિરમાં પૂજા કરવાથી અને ભગવાનના દર્શન કરવાથી ભક્તોની મનોકામના પણ પૂર્ણ થાય છે. તો ચાલો તમને જણાવીએ અયોધ્યા સિવાય ભગવાન શ્રીરામના અન્ય મંદિર કયા કયા શહેરમાં આવેલા છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: જાણો મંદિરમાં શા માટે કરવો પડદો, શું છે તેનું કારણ અને કયા રંગનો પડદો રાખવો છે શુભ


ત્રિપ્રાયર મંદિર


કેરળના ત્રિશૂર જિલ્લામાં આ મંદિર આવેલું છે. અહીં જે મૂર્તિ સ્થાપિત છે તેને કેરળના એક વિસ્તારના એક માછીમારે સ્થાપિત કરી હતી. કહેવાય છે કે અહીં આવતા ભક્તોને બુરી આત્માઓથી મુક્તિ મળે છે. 


કાલારામ મંદિર


મહારાષ્ટ્રના નાસિકના પંચવટીમાં કાલારામ મંદિર આવેલું છે. આ મંદિરમાં શ્રીરામની બે ફૂટ લાંબી કાળા રંગની પ્રતિમા સ્થાપિત છે. વનવાસ સમયે ભગવાન શ્રીરામ માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અહીં જ રોકાયા હતા. આ મૂર્તિ ગોદાવરી નદીમાંથી નીકળી હતી.


આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: જાણો 15 થી 21 જાન્યુઆરી 2024 સુધીનો સમય 12 રાશિઓ માટે કેવો રહેશે


સીતા રામચંદ્રસ્વામી મંદિર


ભગવાન શ્રીરામનું આ મંદિર તેલંગણા ના ભદ્રાદ્રી કોઠાગુડેમના ભદ્રાચલમમાં આવેલું છે. આ મંદિરમાં ભગવાન રામની ધનુષ અને બાણ સાથે ત્રિભંગા સ્વરૂપની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.


રામ રાજા મંદિર


મધ્યપ્રદેશના ઓરછામાં આ એકમાત્ર મંદિર છે જ્યાં ભગવાન શ્રીરામને રાજાના સ્વરૂપમાં પૂજવામાં આવે છે. અહીં રોજ ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપીને શસ્ત્ર સલામી આપવામાં આવે છે.


આ પણ વાંચો: આગામી એક મહિના સુધી સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, રોજ મળશે ધન લાભના સમાચાર


શ્રી રામ તીર્થ મંદિર


પંજાબના અમૃતસરમાં શ્રીરામનું આ મંદિર આવેલું છે. આ મંદિર ત્યાં બનેલું છે જે જગ્યાએ માતા સીતાએ લવ અને કુશને જન્મ આપ્યો હતો. 


રામાસ્વામી મંદિર


તમિલનાડુમાં આવેલા આ મંદિરને દક્ષિણ ભારતનું અયોધ્યા કહેવાય છે. આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં શ્રીરામ અને માતા સીતા સાથે લક્ષ્મણજી, ભરત અને શત્રુઘ્નની મૂર્તિઓ પણ સ્થાપિત છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)