નવી દિલ્હી: હિન્દૂ ધર્મમાં આપણી દરરોજની દિનચર્યામાં પૂજા-પાઠનું (Worshipping) મહત્વપૂર્ણ સ્થાન છે અને મોટાભાગે લોકોના ઘરમાં અલગ પૂજા સ્થાન જરૂરથી હોય છે. જ્યાં તેઓ શાંતિથી પૂજા કરી ભગવાનને યાદ કરે છે. પંરતુ જો દરરોજ પૂજા-પાઠ કર્યા બાદ પણ તમારું મન અશાંત છે, તમને તમારી પૂજાનું યોગ્ય ફળ મળી રહ્યું નથી તો તેનો અર્થ છે કે, તમારાથી પૂજા દરમિયાન કેટલીક ભૂલો (Mistakes) થઈ રહી છે. દરરોજ પૂજા (Daily Puja) કરવી જરૂરી છે. પૂજા-પાઠના સામાન્ય નિયમોનું પાનલ કરવું પણ એટલું જ જરૂરી છે. નહીં તો તમને નુકસાન થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂજા-પાઠ દરમિયાન 5 વાતનું રાખો ખાસ ધ્યાન
સામન્ય રીતે દેવી-દેવતાની પૂજા દરમિયાન મંત્રોચ્ચાર, આરતી અને પૂજાની રીત અલગ અલગ હોઈ શકે છે. પરંતુ કેટલીક વાત એવી છે જે હમેશાં એક સમાન રહે છે અને પૂજા-પાઠ દરમિયાન આ નિયમોનું પાનલ જરૂરી કરવું જોઇએ:


આ પણ વાંચો:- SBI ની મદદથી વધારો તમારો બિઝનેસ, એકદમ સરળતાથી મળશે સસ્તા વ્યાજ દરે આ લોન


1. ઘરમાં મંદિર અથવા પૂજાનું સ્થાન હમેશાં ઈશાન ખૂણો એટલે કે, ઉત્તર પૂર્વ (North East) દિશામાં હોવું જોઇએ. આ દિશા ભગવાનના મંદિર માટે સૌથી શુભ માવામાં આવે છે. પરંતુ જો તમારા ઘરમાં પૂજા સ્થળ પશ્ચિમ અથવા દક્ષિણ પશ્ચિમ દિશામાં છે તો તમને પૂજાનો કોઈ લાભ પ્રાપ્ત થશે નહીં.


2. ઘરમાં પૂજા કરતા સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે, તમારો ફેશ પશ્ચિમ દિશા (West) તરફ હોય અને મંદિર અથવા ભગવાનું મુખ પૂર્વ દિશા તરફ. સાથે જ દેવી-દેવતાઓની મૂર્તિની સામે ક્યારે પણ પીઠ કરી બેસવું જોઇએ નહીં.


આ પણ વાંચો:- સરકારનો ખુલાસો: ગુજરાતમાં નથી વધ્યા ખાતરના ભાવ, ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા


3. ઘણા લોકોને તમે જોયા હશે કે, તે જમીન પર બેસીને પૂજા કરવા લાગે છે. પરંતુ પૂજા સમયે આસનનો ઉપયોગ કરવો જરૂરી છે. એવી માન્યતા છે કે, આસન વગર બેસી પૂજા-પાઠ કરવાથી દરિદ્રતા આવે છે. તેથી પૂજા દરમિયાન સ્વચ્છ આસનનો ઉપયોગ જરૂરથી કરો. જો આસન ના હોય તો તેની જગ્યાએ બ્લેન્કેટનો પણ ઉપયોગ કરી શકાય છે.


4. ઘરમાં જો મંદિર હોય તો ત્યાં સવાર-સાંજ એક દીવો જરૂરથી પ્રગટાવો. એક ઘીનો દીવો અને એક તેલનો દીવો.


5. ભગવાન વિષ્ણુ, ગણેશ, શિવ જી, સૂર્ય દેવ અને દેવી દુર્ગાને પંચદેવ કહેવામાં આવે છે. દરરોજ પૂજા કરતા સમયે આ પંચદેવોનું ધ્યાન ખાસ કરવું જોઇએ. આ કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube