Astro Tips: વાસ્તુશાસ્ત્ર અને ધર્મગ્રંથોમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી જીવનમાં ઉન્નતિ અને સમૃદ્ધિ આવે છે. સાથે જ માતા લક્ષ્મીની કૃપા ઘર પર જળવાઈ રહે છે. આજની દોડધામ ભરેલી જિંદગીમાં કેટલાક લોકો આ સરળ નિયમોનું પાલન પણ નથી કરી શકતા જેના કારણે તેમને વિવિધ સમસ્યાનો સામનો કરવો પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે આ નિયમોનું પાલન થતું નથી ત્યારે આર્થિક સમસ્યાઓ પણ જીવનમાં જોવા મળે છે. તેની સરખામણીમાં જો તમે આ નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દેશો તો તમારા ઘરમાં ધનની આવક વધશે અને સુખ સમૃદ્ધિ પણ વધશે. જો તમારા જીવનમાં પણ આર્થિક સમસ્યાઓ હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે વર્ષ 2024 ની શરૂઆતથી જ આ નિયમોનું પાલન શરૂ કરી દો.


આ પણ વાંચો: Mangal Gochar 2023: મંગળ ગ્રહ ધન રાશિમાં કરશે પ્રવેશ, 3 રાશિના લોકોની થશે કાયાપલટ


મીઠાના પાણીના પોતા


વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રોજ જે પાણીથી પોતું થાય છે તેમાં મીઠું મિક્સ કરવું જોઈએ તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે સાથે જ પરિવારની સમસ્યાઓ પણ દૂર થવા લાગે છે. જોકે રવિવાર, મંગળવાર અને ગુરુવારે પાણીના મીઠું ન ઉમેરવું.


સુતા પહેલા પગ ધોવા


રાત્રે સુતા પહેલા પગ ધોઈ અને કોરા કરીને સૂવું. આમ કરવાથી થાક દૂર થશે અને માનસિક શાંતિ મળશે સાથે જ સવારે સકારાત્મક ઉર્જા અનુભવ કરશો.


આ પણ વાંચો: વર્ષ 2024 શનિ ગોચરની દ્રષ્ટિએ ખાસ, 3 વખત શનિ બદલે ચાલ, 3 રાશિ પર રહેશે શનિ કૃપા


ઘરની સામે કચરો એકઠો કરવો


આર્થિક સમૃદ્ધિ અને મજબૂત ભાગ્ય માટે સાફ-સફાઈ કરવી જરૂરી છે પરંતુ ઘરની સામે ક્યારેય કચરો એકઠો કરવો નહીં. આ સિવાય સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પાસે દીવો કરવો.


કપૂરની આરતી


ઘરમાં નિયમિત રીતે કપૂરની આરતી કરવી. આ નિયમનું પાલન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને દૈવીય શક્તિનો વાસ રહે છે. આમ કરવાથી જીવનમાં અને કારકિર્દીમાં ઉન્નતિના યોગ બને છે.


આ પણ વાંચો: હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા મંગળવારે કરો આ સરળ કામ, આ ચમત્કારી ઉપાયથી દૂર થશે કષ્ટ


કનકધારા સ્ત્રોત


ઘરમાં રોજ લક્ષ્મી સ્તોત્ર અથવા તો કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. આ સ્ત્રોત કરવાથી ઘરમાં ધનના આગમનનો રસ્તો ખુલે છે. ઘરમાં ધનની આવક વધે છે અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)