Budh Margi 2023: આજથી 15 દિવસ સુધી દિવસ રાત નોટ છાપશે મિથુન સહિત આ 3 રાશિ, માર્ગી બુધ ભરી દેશે તિજોરી
Budh Margi 2023: હાલ સુધી બુધ સિંહ રાશિમાં વક્રી ગતિ કરી રહ્યો હતો. 16 સપ્ટેમ્બરથી બુધ ગ્રહ માર્ગી થઈને ગતિ કરશે. બુધના માર્ગી થવાથી 12 રાશિના જાતકોના જીવન ઉપર વ્યાપક પ્રભાવ જોવા મળશે. ખાસ કરીને ત્રણ રાશિ એવી છે જેમના માટે બુધ ગ્રહનું માર્ગી થવું લાભકારી સાબિત થશે.
Budh Margi 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહનું પોતાનું મહત્વ હોય છે. બુધને ગ્રહોના રાજકુમાર કહેવાય છે અને તે સૂર્યની સૌથી પાસેનો સૌથી નાનો ગ્રહ છે. બુધ ગ્રહ બુદ્ધિ, તર્ક, સંવાદ, વેપારનો કારક ગ્રહ માનવામાં આવે છે. કોઈપણ જાતકની કુંડળીમાં બુધની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને ધન સહિત માન-પ્રતિષ્ઠા બધું જ પ્રાપ્ત થાય છે.
હાલ સુધી બુધ સિંહ રાશિમાં વક્રી ગતિ કરી રહ્યો હતો. 16 સપ્ટેમ્બરથી બુધ ગ્રહ માર્ગી થઈને ગતિ કરશે. બુધના માર્ગી થવાથી 12 રાશિના જાતકોના જીવન ઉપર વ્યાપક પ્રભાવ જોવા મળશે. ખાસ કરીને ત્રણ રાશિ એવી છે જેમના માટે બુધ ગ્રહનું માર્ગી થવું લાભકારી સાબિત થશે.
આ પણ વાંચો:
કુંડળીમાં આ ગ્રહોની સ્થિતિ હોય અશુભ તો વ્યક્તિ રહે છે કંગાળ, દોષ દુર કરવા કરો આ ઉપાય
Friday Remedies: શુક્રવારે ન ખરીદો આ વસ્તુઓ, આ વસ્તુઓ સાથે ઘરમાં આવે છે ગરીબી
17 ઓક્ટોબર સુધીનો સમય આ 3 રાશિના લોકો માટે ભયંકર, ડગલેને પગલે કરવો પડશે સંકટનો સામનો
મિથુન રાશિ
બુધ નું માર્ગી થવું મિથુન રાશિના લોકોના જીવન ઉપર શુભ પ્રભાવ પાડશે. કારકિર્દીમાં જબરદસ્ત ફાયદો થશે. અધૂરા કાર્ય પુરા થવાની સંભાવના છે. જોબ પ્રોફાઇલમાં ફેરફાર જોવા મળશે. સાહસમાં વૃદ્ધિ થશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. કરેલી મહેનતનું ફળ મળશે.
સિંહ રાશિ
બુધના માર્ગી થવાથી અટકેલા કામ પુરા થશે. કારકિર્દી માટે આ સમય શુભ. કરિયરમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. જીવનમાં ઊર્જાની વૃદ્ધિ થશે. યાત્રાના યોગ બની રહ્યા છે. આ અવધિમાં યોગ્ય નિર્ણય લેવામાં સફળતા મળશે. ધનલાભના યોગ બની રહ્યા છે.
ધન રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાશિના લોકોનું સપનું પૂરું થશે. કારકિર્દીમાં લક્ષ્ય પ્રાપ્ત થશે. સમય દરેક દ્રષ્ટિએ અનુકૂળ રહેશે. ધનલાભ થવાની સંભાવના છે. નોકરીની તક પ્રાપ્ત થશે. પરીક્ષાની તૈયારીમાં મહેનત રંગ લાવશે. વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ સારો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)