Shukrawar Upay: સનાતન ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતા અને ગ્રહને સમર્પિત માનવામાં આવે છે. આ રીતે શુક્રવારને દિવસે માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહની આરાધના કરવાનો દિવસ માનવામાં આવે છે. શુક્રવારનો સ્વામી ગ્રહ શુક્ર છે જે વ્યક્તિની કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત હોય તે જીવનભર ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે પરંતુ જો શુક્રની સ્થિતિ નબળી હોય તો શુક્રવારના દિવસે કેટલાક કામ કરીને પણ લાભ પ્રાપ્ત કરી શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રવાર સંબંધિત કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને કરવાથી જીવનમાંથી સંકટ દૂર થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારના ઉપાય


આ પણ વાંચો:


Badrinath Dham: બદ્રીનાથ ધામના આ રહસ્યો વિશે નહીં જાણ્યું હોય આજ સુધી


Sita Navami 2023: આ દિવસે ઉજવાશે સીતા નવમી, સુખી લગ્નજીવન માટે કરો આ સરળ ઉપાય


Astro Tips: બેઠાં બેઠાં પગ હલાવવાની આદત છે અશુભ, જાણો શા માટે ન કરવું આ કામ


માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા


જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારે સૌથી પહેલા જાગી અને નિત્ય ક્રિયા કરી સ્નાન કરીને સફેદ વસ્ત્ર ધારણ કરી માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ. માતા લક્ષ્મી ને પૂજામાં કમળનું ફૂલ ચડાવવું જોઈએ. 


સફળતા માટે


શુક્રવારના દિવસે જો તમે ધન સંપત્તિ સંબંધિત કોઈ કાર્ય કરવા જઈ રહ્યા હોય તો સૌથી પહેલા મીઠું દહીં ખાઈને ઘરમાંથી નીકળવું કહેવાય છે કે આમ કરવાથી કાર્યમાં સફળતા મળે છે. 


લાભ પ્રાપ્તિ માટે


ઘણા લોકોના કાર્ય વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ અટકતા હોય છે. આવી સ્થિતિમાં શુક્રવારે કાળી કીડીને ખાંડ ખવડાવવાથી લાભ થાય છે. આવું સતત 11 શુક્રવાર સુધી કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. 


દાંપત્ય જીવનની સમસ્યાઓ માટે


જો કોઈ પતિ પત્ની વચ્ચે પણ બનાવ ચાલતો હોય તો તેને દૂર કરવા માટે પણ શુક્રવારે ઉપાય કરી શકાય છે. શુક્રવારે બેડરૂમમાં પક્ષીઓની જોડી હોય તેવી તસવીર લગાડવી. 


શુક્ર ગ્રહની સ્થિતિ મજબૂત કરવા


કુંડળીમાં શુક્ર ગ્રહની સ્થિતિ મજબૂત કરવા માટે શુક્રવારના દિવસે ત્રણ કુવારી કન્યાઓને પોતાના ઘરે બોલાવી ખીર ખવડાવવી જોઈએ સાથે જ તેમને દક્ષિણા અને પીળા વસ્ત્ર આપી વિદાય આપવી જોઈએ.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)