Budh Asta Rashifal Transit Mercury sets in Taurus :  બુધ ગ્રહોના રાજકુમાર અત્યારે વૃષભ રાશિમાં બેઠેલા છે. બુધનું ગોચર વિશેષ મહત્વ રાખવાની સાથે તમામ રાશિઓને પ્રભાવિત પણ કરે છે. આજે વૃષભ રાશિમાં બિરાજમાન બુધ અસ્ત થઇ ગયો છે. પંચાંગ અનુસાર સવારે 4:35 ની આસપાસ બુધ ગ્રહ અસ્ત થઇ ગયો છે. લગભગ 24 દિવસ સુધી બુધ દેવ આ અવસ્થામાં ગોચર કરનાર છે. આવો જાણીએ બુધ અસ્ત થતાં કઇ રાશિઓ પર પોઝિટિવ ઇમ્પકેટ પડનાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધન
ધન રાશિવાળા માટે બુધનું અસ્ત થવું શુભ ફળ મળશે. આ રાશિના લોકો માટે વર્ષોથી અટકેલા કામ પૂરા થવા લાગશે. આર્થિક લાભની પ્રબળ શક્યતાઓ છે. સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. શનિના શુભ પ્રભાવને કારણે કરિયરમાં પ્રમોશનની પણ સંભાવના છે.


કન્યા
જૂનમાં બુધના અસ્ત થતાં કન્યા રાશિના જાતકોને લાભ મળી શકે છે. તમારા બોસ અને સહકર્મીઓના સહયોગથી તમે તમારી કારકિર્દીના તમામ કાર્યોને ખૂબ સારી રીતે પૂર્ણ કરશો. નાણાકીય સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વિદેશ પ્રવાસની પણ સંભાવના છે.


વૃશ્ચિક
વૃષભ રાશિમાં બુધના અસ્ત થવા પર વૃશ્ચિક રાશિના જાતકોને ઘણો લાભ થશે. આ રાશિના લોકોની આવકમાં વધારો થઈ શકે છે. સ્પર્ધાની તૈયારી કરનારાઓને સારા સમાચાર મળી શકે છે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. મિત્રની મદદથી જીવનમાં મુશ્કેલીઓ દૂર થવા લાગશે.