આજે વસંત પંચમીનો પર્વ સમગ્ર દેશમાં ઉલ્હાસપૂર્વક ઉજવાઈ રહ્યો છે. આજના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાનું વિધાન છે. કારણ કે આજે જ્ઞાન, બુદ્ધિ અને સંગીતની દેવીનો જન્મ થયો હતો. આ જ કારણે આજે માતા સરસ્વતીની પૂજા થાય છે. હિન્દુ પંચાગ મુજબ આજનો દિવસ ખુબ મહત્વનો છે  કારણ કે આજે રવિ યોગ સાથે રેવતી અને અશ્વિની નક્ષત્ર રહેશે. આ સાથે જ આજે એક રાજયોગનું પણ નિર્માણ થયું છે. અત્રે જણાવવાનું કે ચંદ્રમા આજે સવારે 10.43 વાગે મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં પહોંચી ગયા છે. આ રાશિમાં તેઓ લગભગ અઢી દિવસ રહેશે. મેષ રાશિમાં પહેલેથી જ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ બિરાજમાન છે. આવામાં ગુરુ અને ચંદ્રમાની યુતિથી ગજકેસરી રાજયોગનું નિર્માણ થયું છે. આ રાજયોગ ખુબ જ શુભ માનવામાં આવે છે. આ યોગ બનવાથી  કઈ રાશિઓનું ભાગ્ય ખુલશે તે ખાસ જાણો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
આ રાશિના લગ્ન ભાવમાં ગજકેસરી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવામાં આ રાશિના જાતકો ઉપર માતા લક્ષ્મીની કૃપા રહેશે. જેનાથી દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે ધન ધાન્યની વૃદ્ધિ થશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. માતા સરસ્વતીની કૃપાથી બુદ્ધિ બરાબર કામ પણ કરશે. આામાં તમે તમારી  વાણીથી દરેકના વ્હાલા બની શકો છો. સમાજમાં માન સન્માન વધશે. આ સાથે જ નોકરીમાં પણ તમારા કામની પ્રશંસા થશે. તમારી મહેનત અને લગન જોઈને વરિષ્ઠ અધિકારીઓ ખુબ પ્રસન્ન રહેશે. પરિવારની સાથે સારો સમય વીતશે. શેર માર્કટેમાં રોકાણ કરવું લાભકારી સિદ્ધ થઈ શકે છે. અગાઉના રોકાણમાં લાભ થઈ શકે છે. 


મિથુન રાશિ
આ રાશિમાં ગજકેસરી યોગ એકાદશ ભાવમાં બની રહ્યો છે. આાવામાં આ રાશિના જાતકોને અનુકૂળ પ્રભાવ જોવા મળશે. આર્થિક ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. કરિયરના ક્ષેત્રમાં પણ તમને અપાર સફળતાની સાથે ધનલાભ થઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. વૈવાહિક જીવન સારું વિતશે. લાંબા સમયથી લગ્નજીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવશે. એક બીજા સાથે સારો સમય વિતશે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો લાભ મળવાના પૂરેપૂરા ચાન્સ છે. આ ઉપરાંત આ રાશિના જાતકો કોઈ મુસાફરી કરી શકે છે. વેપારમાં પ્રગતિ  થશે. 


ધનુ રાશિ
આ રાશિમાં ગજકેસરી રાજયોગનું નિર્માણ પંચમ ભાવમાં થઈ રહ્યું છે. આવામાં આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ ધીરે ધીરે સારી થઈ શકે છે. આ સાથે જ ધનની પ્રાપ્તિ થઈ શકે છે. કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે અને બગડેલા કામ પાર પડતા જોવા મળશે. આ સાથે જ દેવી દેવતાઓની પૂજા કરવાથી પ્રબળ ધનલાભ થઈ શકે છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube