Gajlakshmi Raj Yog: વૈદિક પંચાંગ મુજબ 8 ઓગસ્ટ 2023ના રોજ શુક્ર કર્ક રાશિમાં વક્રી થઈને ગજલક્ષ્મી રાજયોગ બનાવી રહ્યો છે. જેના કારણે 3 રાશિઓને અપાર ધન, સફળતા, પ્રસિદ્ધિ અને ભાગ્યની સાથે સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે મેષ રાશિમાં પહેલેથી જ રાહુ હોય અને તે સમયે મેષ રાશિમાં દેવગુરુ બૃહસ્પતિનો પ્રવેશ થાય તો ગજલક્ષ્મી યોગ બનતો હોય છે. ગજલક્ષ્મી યોગના કારણે વ્યક્તિને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ભોગ વિલાસવાળું જીવન પ્રાપ્ત થાય છે. ગજનો અર્થ થાય છે હાથી જેને હિન્દુ પૌરાણિક કથાઓમાં ખુબ શુભ માનવામાં આવે છે અને દેવી લક્ષ્મી પોઝિટિવિટી, ધન, સંપત્તિ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની દેવી છે. ગજલક્ષ્મી રાજયોગથી કઈ રાશિઓને થશે લાભ...ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે ગજલક્ષ્મી રાજયોગ શુભ સાબિત થશે. કારણ કે શુક્ર તમારી રાશિના ધન ભાવમાં વક્રી સ્થિતિમાં જઈ રહ્યો છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ધનની બચત કરી શકશો. આ સમયગાળામાં મીડિયા, માર્કેટિંગ, શિક્ષણ અને સંચાર સાથે જોડાયેલા લોકોનો સમય શાનદાર રહેશે. 


કન્યા રાશિ
ગજલક્ષ્મી રાજયોગ બનવાથી કન્યા રાશિના જાતકોને લાભ થશે. શુક્ર ગ્રહ તમારી રાશિથી આવક ભાવમાં વક્રી થઈ રહ્યો છે. આ સમયગાળામાં તમને રોકાણથી લાભ થશે અને જૂના રોકાણથી પણ લાભ થશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. તમારું સંતાન તમારા માટે તમારી ઉન્નતિ અને સફળતા સંલગ્ન કોઈ સારા સમાચાર લાવી શકે છે. શેર માર્કેટ સાથે જોડાયેલા જાતકો માટે આ સમય સારો રહેવાનો છે. 


તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે ગજલક્ષ્મી રાજયોગ શુભ સાબિત થવાનો છે. શુક્ર તમારી રાશિથી કર્મ ભાવમાં વક્રી થઈ રહ્યો છે. તેનાથી તમારા વેપારમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. આ સમયગાળામાં તમારું પ્લાનિંગ સફળ થશે. સહકર્મીઓ સાથે તમારા સંબંધ પહેલા કરતા વધુ મધુર થશે. નોકરીયાત જાતકો માટે પદોન્નતિના યોગ બની રહ્યા છે. તમારા ભૌતિક સુખ સુવિધાઓમાં પણ વધારો થશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)