Gajkesari Rajyog 2025: જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર સૌથી ઝડપથી રાશી બદલે છે. ચંદ્ર દર અઢી દિવસે પોતાની રાશિ બદલે છે. તેથી જ કોઈને કોઈ ગ્રહ સાથે તેની વિશેષ યુતી સર્જાતી જ રહે છે. પરંતુ કેટલાક ગ્રહો સાથે ચંદ્રની યુતી અઢી દિવસ માટે બને તો પણ તે વ્યક્તિનું ભાગ્ય બદલી નાખે છે.. ચંદ્ર સાથે કેટલાક ગ્રહની યુતી એટલી પાવરફુલ હોય છે કે તે વ્યક્તિના જીવનમાં ખુશીઓનો ભંડાર લગાવી દે છે. આવો જ સમય 9 જાન્યુઆરીથી 3 રાશિના લોકો માટે શરૂ થશે. 9 જાન્યુઆરી 2025 ના રોજ વર્ષનો પહેલો સૌથી શક્તિશાળી ગજકેસરી  રાજયોગ બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Gochar 2025:આ વર્ષમાં 3 રાશિઓ પર ભારે પડશે રાહુ, કેતુ અને શનિ, ખિસ્સા થઈ શકે છે ખાલી


વૈદિક જ્યોતિષ અનુસાર 9 જાન્યુઆરીએ રાત્રે ચંદ્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. વૃષભ રાશિમાં પહેલાથી જ દેવગુરુ બૃહસ્પતિ બિરાજમાન છે. જેના કારણે વૃષભ રાશિમાં ચંદ્ર અને ગુરુની યુતી બનશે. આ યુતી ગજકેસરી રાજયોગનું નિર્માણ કરશે. આમ તો આ યોગ બધી જ રાશિઓને અસર કરશે અને અલગ અલગ રીતે લાભ પણ કરશે પરંતુ ત્રણ રાશિ એવી છે જેઓ આ સમય દરમિયાન સૌથી વધુ ધન લાભ પ્રાપ્ત કરશે. 


ગજકેસરી રાજયોગથી 3 રાશિઓને થશે લાભ 


આ પણ વાંચો: જાન્યુઆરીમાં જન્મેલા લોકો હોય છે ખાસ, આ 3 ખૂબીઓથી બધાનું દિલ જીતી લે છે એકવારમાં જ


કુંભ રાશિ 


કુંભ રાશીના લોકો માટે ગજકેસરી રાજયોગ લાભદાયક સાબિત થશે. મહેનતનું ફળ મળશે. કાર્યસ્થળ પર સન્માન વધશે. નવી જવાબદારી મળી શકે છે. અટકેલા કાર્ય પુરા થવા લાગશે. લક્ષ્મીજીની કૃપાથી આકસ્મિક ધન લાભના યોગ બની રહ્યા છે. બિઝનેસનો વિસ્તાર થશે. 


આ પણ વાંચો: Mangal Year 2025: મંગળ ગ્રહની 4 ચમત્કારી વસ્તુઓ વર્ષ 2025 માં ભાગ્ય ચમકાવી દેશે


ધન રાશિ 


ધન રાશિના લોકોના કરિયરમાં 9 જાન્યુઆરીથી ઉછાળો આવશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સુધરશે. કરજ હશે તો ઉતરી જશે. સ્વાસ્થ્ય પહેલા કરતાં સારું રહેશે. પાર્ટનર સાથે ફરવાનો પ્લાન બનાવી શકો છો. કારકિર્દી પર ફોકસ કરી શકો છો. 


આ પણ વાંચો: Shani Surya Yuti: 5 જાન્યુઆરીથી 3 રાશિ પર સૂર્ય અને શનિ હશે મહેરબાન, સંપત્તિ વધશે


વૃષભ રાશિ 


વૃષભ રાશિના લોકોના લગ્ન ભાવમાં ગજકેસરી રાજયોગ બની રહ્યો છે. જેના કારણે આ રાશિને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના વધી છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને લાભ મળી શકે છે. વરિષ્ઠ અધિકારીઓ કામને લઈને પ્રશંસા કરશે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસ વધેલો રહેશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)