Gajkesari Yog: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમયે રાશિ બદલે છે. ગ્રહ જ્યારે રાશિ બદલે છે તો તેનો પ્રભાવ 12 રાશિના લોકો પર જોવા મળે છે. આ ક્રમમાં 16 નવેમ્બરે ચંદ્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. અહીં 18 નવેમ્બર સુધી ચંદ્ર રહેશે. વૃષભ રાશિમાં પહેલાથી જ બૃહસ્પતિ બિરાજમાન છે. ચંદ્રના વૃષભ રાશિમાં પ્રવેશથી ગજકેસરી યોગ બનશે. ગજ કેસરી યોગનો પ્રભાવ ચાર રાશિ માટે શુભ રહેવાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: શનિ ગ્રહ શુક્ર સાથે બનાવશે યુતિ, 3 રાશિવાળા રાજસુખ ભોગવશે, ધન લાભ સહિતના ફાયદા થશે


વૃષભ રાશિ 


ચંદ્ર અને ગુરુની યુતીથી ગજકેસરી યોગ બનવાનો છે. વૃષભ રાશીના લોકો માટે શુભ છે. વેપારી વર્ગને ગુડ ન્યુઝ મળી શકે છે. નફો વધશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી થશે. કારકિર્દીમાં નવી તકો પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય પહેલા કરતાં સુધરશે. 


કર્ક રાશિ 


કર્ક રાશિ ના વેપારીઓને નવી ડીલ મળી શકે છે. જેનાથી તેને જબરદસ્ત ફાયદો થશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. કારકિર્દી માટે અનુકૂળ સમય. મહેનત નું ફળ મળશે. નવા કામની શરૂઆત માટે સારો સમય. આ સમયે શરૂ કરેલા કામનું સારું પરિણામ મળશે. 


આ પણ વાંચો: શુક્રના ધન રાશિમાં પ્રવેશથી આ 4 રાશિવાળાઓના ઘર ધનથી ભરાઈ જશે, ચમકી જશે ભાગ્ય


ધન રાશિ 


ધન રાશીના લોકોને નવું કામ મળી શકે છે. આવકના નવા સોર્સ ઉભા થશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. અટકેલું કામ પૂરું થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળશે. 


આ પણ વાંચો: Surya Gochar 2024: ગ્રહોના રાજા સૂર્યએ કર્યું નક્ષત્ર પરિવર્તન, 3 રાશિઓને મળશે લાભ


મીન રાશિ 


મીન રાશિના લોકો માટે ચંદ્ર અને ગુરુની યુતી લાભદાયક છે. કાર્યક્ષેત્રમાં સહયોગીઓનો સપોર્ટ મળશે. આત્મવિશ્વાસ વધશે. પારિવારિક જીવનની સમસ્યા દૂર થશે. સંબંધો મજબૂત થશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. રોકાણ માટે અનુકૂળ સમય. ભવિષ્યમાં સારું રિટર્ન મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)