વર્ષ 2023ના અંતમાં સૂર્ય, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર સહિત 5 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થવાનું છે. જેનો પ્રભાવ મેષથી લઈને મીન રાશિ સુધી પડશે. આ 5 ગ્રહોની ચાલ બદલાવવાથી બુધાદિત્ય યોગ, આદિત્ય મંગળ યોગ, નવમ પંચમ યોગ, ગુરુ પુષ્ય યોગ, ગજકેસરી યોગ સહિત અનેક શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેનાથી આવનારું વર્ષ 2024 કેટલીક રાશિઓ માટે ખુબ જ શુભ સાબિત થનાર છે. 25 ડિસેમ્બરના રોજ ધન, વૈભવ, ઐશ્વર્ય અને ભૌતિક સુખ સંપત્તિના કારક શુક્ર દેવ પોતાની સ્વરાશિથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે વર્ષના છેલ્લા દિવસે એટલે કે 31 ડિસેમ્બર 2023ના રોજ દેવગુરુ બૃહસ્પતિ મેષ રાશિમાં માર્ગી થવા જઈ રહ્યા છે. ત્યારબાદ વર્ષ 2024માં 1 મેના રોજ ગુરુ વૃષભ રાશિમાં ગોચર કરશે અને 19મીમે 2024ના રોજ શુક્ર વૃષભ રાશિમાં જશે. શુક્ર અને ગુરુની આ યુતિથી ગજક્ષ્મી રાજયોગનું નિર્માણ થશે. જેનાથી આવનારા વર્ષ 2024માં કેટલીક રાશિવાળા માટે ખુબ સારો સમય આવવાનો છે. જાણો કોણ છે તે લકી રાશિઓ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
ગજલક્ષ્મી રાજયોગના નિર્માણથી નવા વર્ષમાં મેષ રાશિના લોકો માટે સુખ સૌભાગ્યમાં વધારો થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. કરિયરમાં નવી ઉપલબ્ધિઓ મળશે. સફળતાના સોપાન સર કરશો. વિવાદથી અંતર જાળવજો. જમીન કે વાહન ખરીદીના યોગ છે. કોટુંબિક જીવનમાં ખુશનુમા માહોલ રહેશે. 


સિંહ રાશિ
નવા વર્ષમાં શુક્ર અને ગુરુની યુતિથી સિંહ રાશિવાળાને અચાનક ધનલાભ થશે. આવકના નવા સાધનોથી ધન સંપત્તિમાં વધારો થશે. સામાજિક પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. કુટુંબીજનોનો સાથ મળશે. નવા કાર્યોની શરૂઆત કરવાનો શુભ સમય રહેશે. નોકરીની શોધ કરી રહેલા જાતકોને શુભ સમાચાર મળી શકે છે. 


તુલા રાશિ
શુક્ર ગુરુની યુતિથી વર્ષ 2024માં તુલા રાશિના જાતકોના જીવનના દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે. કોટુંબિક જીવનમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થશે. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન થઈ શકે છે. 


ધનુ રાશિ
ગજલક્ષ્મી રાજયોગના નિર્માણથી ધનુ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે. ધનની આવક વધશે. વેપારમાં ધનલાભની નવી તકો ઊભી થશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે તથા તમામ કાર્ય કોઈ પણ વિધ્ન વગર સફળતાપૂર્વક પૂરાં થશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube