Ganesh Chaturthi 2023: મોહાસુરના અત્યાચારોથી પરેશાન થઈ દેવતા અને ઋષિ ભગવાન સૂર્ય પાસે ગયા હતા. તેમણે દેવતાઓને એકાક્ષર મંત્ર આપી ભગવાન ગણેશને પ્રસન્ન કરવા કહ્યું હતું. ભગવાન ગણેશના ઘણા નામો છે અને તેમાંથી એક પ્રખ્યાત અવતાર જ્ઞાન બ્રહ્મના પ્રકાશકનો છે. મોહાસુરના વિનાશ માટે ગણેશજીએ આ અવતાર લીધો હતો. જેમાં, તેમને મહોદર નામથી બોલાવવામાં આવ્યા તેમજ તેમના મૂષકને તેમનું વાહન જણાવવામાં આવ્યું છે. મોહાસુર દૈત્ય ગુરૂ શુક્રાચાર્યનો શિષ્ય હતો. પોતાના ગુરૂના આદેશથી મોહાસુરે કઠોર તપસ્યા કરી ભગવાન સૂર્યની આરાધના કરી. તેની તપસ્યા જોઈ સૂર્ય ભગવાન પ્રસન્ન થયા હતા અને સર્વત્ર વિજય થવાનું વરદાન આપ્યું હતું. સૂર્યનારાયણના આર્શીવાદથી મોહાસુરે બ્રાહ્મણોના ત્રણેય લોકો પર પોતાનો અધિકાર કરી લીધો હતો, જેના કારણે ચારો તરફ હાહાકાર મચ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભગવાન ગણેશે લીધો મહોદરનો અવતાર-
મોહાસુરના અત્યાચારોથી પરેશાન થઈ દેવતા અને ઋષિ ભગવાન સૂર્ય પાસે ગયા અને આ વિપત્તિથી મુક્તિ માટેનો ઉપાય પુછ્યો હતો. તેમણે દેવતાઓને એકાક્ષર મંત્ર આપી ભગવાન ગણેશને પ્રસન્ન કરવા કહ્યું હતું. તમામ દેવ અને મુનીઓ ગણેશજીની આરાધનામાં લાગ્યા હતા. તપસ્યાથી સંતુષ્ટ થઈને ભગવાન ગણેશજીએ મહોદરનો અવતાર લિધો અને સૌ કોઈને આશ્વાસન આપ્યું હતું કે, તેઓ મોહાસુરનું વધ કરશે અને તેઓ મૂષક પર સવાર મોહાસુર સાથે યુદ્ધ કરવા માટે પહોંચ્યા હતા.


નારદમુનીએ મોહાસુરને કર્યો સચેત-
ભગવાન ગણેશ મહોદરનો અવતાર લઈને મોહસુરને મારવા નીકળ્યા. તેની માહિતી સમગ્ર બ્રહ્માંડને મળી હતી. આ જાણ થતાં નારદમુનિ મોહાસુર પાસે પહોંચ્યા અને તેમને મહોદરનું સ્વરૂપ સમજાવ્યું. દૈત્યગુરુ શુક્રાચાર્યે પણ તેમને ભગવાન મહોદરનો આશ્રય લેવાની સલાહ આપી હતી. ભગવાન વિષ્ણુ શ્રી ગણેશ (મહોદર)ના સંદેશવાહક તરીકે મોહાસુર પાસે ગયા. તેમણે મોહાસુરને ભગવાન મહોદર સાથે મિત્રતા રાખવાની સલાહ આપી અને કહ્યું કે આમાં જ તમારું કલ્યાણ છુપાયેલું છે.


મોહાસુરનો અહંકાર નાશ થયો-
ગણેશજીનું પ્રવચન સાંભળીને મોહાસુરનો અહંકાર નાશ પામ્યો. તેમણે વિષ્ણુજી પાસેથી પરમ ભગવાન મહોદરના દુર્લભ દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ભગવાન મહોદરે મોહાસુર નગરીમાં પદાર્પણ કર્યું. મોહાસુરે તેમનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું. ચારેબાજુ ફૂલો વરસવા લાગ્યા. મોહાસુરે ભગવાન મહોદરની આરાધના-ભક્તિથી પૂજા કરી અને તેમની સ્તુતિ કરતાં કહ્યું, પ્રભુ! અજ્ઞાનતાથી મેં જે ગુનો કર્યો હોય તે બદલ મને માફ કરો. હું તમારા દરેક આદેશનું પાલન કરવાનું વચન આપું છું. હવે હું ભૂલીને પણ દેવતાઓ અને ઋષિઓની નજીક નહીં જઈશ. હું આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિના ધાર્મિક કાર્યક્રમમાં કોઈ ખલેલ પહોંચાડીશ નહીં. ભગવાન મહોદર મોહાસુરથી પ્રસન્ન થયા. મોહાસુરનો ભય સમાપ્ત થતો જોઈને બધા દેવતાઓ, ઋષિઓ, બ્રાહ્મણો અને ધર્મનિષ્ઠ સ્ત્રી-પુરુષો મહાપ્રભુ મહોદરની સ્તુતિ અને જયજયકાર કરવા લાગ્યા.