જ્યોતિષ શાસ્ત્ર મુજબ વ્રત અને તહેવાર પર ગ્રહોના ગોચરથી શુભ અને અશુભ યોગોનું નિર્માણ થાય છે. તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થી પર 300 વર્ષ બાદ 3 શુભ યોગ બનવા જઈ રહ્યા છે. આ યોગ શુક્લ યોગ, બ્રહ્મ યોગ, અને શુભ યોગ રહેશે. જેનાથી 3 રાશિના જાતકો પર ગણેશજીની વિશેષ કૃપા રહેશે. આ સાથે જ આ રાશિવાળાની ધન સંપત્તિમાં અપાર વૃદ્ધિના અણસાર છે. જાણો આ 3 રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે 3 શુભ યોગનું બનવું લાભકારી સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમને સંતાન પક્ષથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ સાથે જ તમારા જે જરૂરી કામ અટકેલા હતા તે બનશે. આ સમયે તમને માન સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. કરિયરની રીતે ખુબ જ શુભ ફળ આપનારો સમય છે. તમને સફળતા મળશે. આ સમય દરમિયાન તમને આકસ્મિક ધનલાભ પણ થઈ શકે છે. કોઈ યોજના સફળ થઈ શકે છે. આ સમયે તમે પ્રોપર્ટીમાં પણ રોકાણ કરી શકો છો. જે લાભકારી સાબિત થશે. 


મિથુન રાશિ
3 શુભ યોગનું બનવું તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે. આ સમય મારો ભાગ્યોદય થઈ શકે છે. ફસાયેલા નાણા પાછા મળી શકે છે. આ સમયે વિદ્યાર્થીઓને કોઈ પરીક્ષામાં સફળતા મળી શકે છે. મહેનત કરવાથી તમને લાભ થશે અને મહત્વકાંક્ષાઓ પૂર્ણ થશે. જે લોકો વેપાર કરે છે તેમને સારો ધનલાભ થઈ શકે છે. તમારી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. કાર્યો પણ સિદ્ધ થઈ શકે છે. આ સાથે જ આવકમાં વૃદ્ધિ થશે અને પાર્ટનરનો સાથ પહેલાથી પણ સારો મળશે. 


મકર રાશિ
આ 3 યોગ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. તમને વ્યવસાયમાં વિશેષ લાભ થશે અને કાર્યની પ્રશંસા થશે. આ બધા વચ્ચે તમારો નફો વધી જશે. આ સાથે જ આ સમય તમારે મુસાફરીનો પણ યોગ છે. જે લાભકારી સાબિત થઈ શકે છે. આ સમય નોકરીયાત લોકોનું ઈન્ક્રીમેન્ટ કે પ્રમોશન થઈ શકે છે. આ સાથે જ તમને શેર બજાર, સટ્ટો અને લોટરીમાં ધનલાભ થઈ શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube