7મી સપ્ટેમ્બરે શનિવારે ગણેશ ચતુર્થી છે. આ દિવસે દેશભરમાં ગણપતિની મૂર્તિની સ્થાપનાની સાથે ગણેશોત્સવની શરૂઆત થશે. દિવસભર આ માટે 3 સારા મુહૂર્ત રહેશે. મૂર્તિ સ્થાપના સૂર્યાસ્ત પહેલા કરવાનું વિધાન છે. ગણેશ પુરાણ મુજબ ગણપતિનો જન્મ ચતુર્થી તિથિ અને ચિત્રા નક્ષત્રમાં મધ્યાહ્ન કાળ , એટલે કે દિવસના બીજા પ્રહરમાં થયો હતો. આ શુભ કાળ સવારે 11.20 વાગ્યાથી શરૂ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુમુખ યોગ સહિત શુભ યોગનો સંયોગ
આ વખતે ગણેશ ચતુર્થી પર સુમુખ નામનો શુભ યોગ બની રહ્યો છે. જે ગણપતિ બાપ્પાનું એક નામ પણ છે. આ સાથે પારિજાત, બુધાદિત્ય અને સર્વાર્થસિદ્ધિ યોગ પણ બની રહ્યા છે. જ્યોતિષાચાર્યોનું માનવું છે કે આ સંયોગમાં ગણપતિની સ્થાપનાનું શુભ ફળ વધી જશે. 


ગણપતિની સ્થાપનાના મુહૂર્ત


1. સવારે 8 વાગ્યાથી 9.30 વાગ્યા સુધી


2. સવારે 11.20થી બપોરે 1.40 સુધી (મધ્યાહ્ન કાળ)


3. બપોરે 2 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી


ગ્રંથો મુજબ આમ તો ગણેશજીના અનેક સ્વરૂપ છે પરંતુ ભાદરવા મહિનામાં આવનારી આ ગણેશ ચતુર્થી પર સિદ્ધિ વિનાયક તરીકે ગણેશજીને પૂજવાનું વિધાન છે. ગણેશજીના આ રૂપની પૂજા ભગવાન વિષ્ણુએ કરી હતી અને આ નામ આપ્યું હતું. ભગવાન ગણેશજીની આ મૂર્તિમાં જમણો દાંત તૂટેલો અને ડાબો દાંત આખો રહે છે. નાગની જનોઈ પહેરેલા, જાંઘો મોટી અને ઘૂંટણ મોટા હોય છે. જમણો પગ વળેલો અને ડાબો પગ નીચેની તરફ નીકળેલો હોય છે. એક હાથ આશીર્વાદ આપતા અને બીજામાં અંકુશ (હથિયાર) ધારણ કરેલું છે. એક હાથમાં મોદક અને બીજામાં રુદ્રાક્ષની માળા રહે છે. માથા પર મુગટ, ગળામાં હાર પહેરેલા ગણપતિની મૂર્તિ લાલ રંગની હોય છે. 


આ ગણેશ સુખ અને સમૃદ્ધિ આપે છે. તેમની પૂજા માંગલિક કાર્યો પહેલા થાય છે. જે દરેક કામનું શુભ ફળ વધારી દે છે. આથી તેમને સિદ્ધિ વિનાયક કહે છે. તેમની ઘરમાં પૂજા કરવી જોઈએ. 


ગણપતિ સ્થાપનાની વિધિ
સૂર્યોદય પહેલા ન્હાઈને સ્વચ્છ કપડાં પહેરો. જ્યાં મૂર્તિની સ્થાપના કરવાની હોય ત્યાં આસન લગાવીને બેસો અને ગણપતિ સ્થાપનાનો સંકલ્પ લો. તમારી સામે ચોકી પર સફેદ કપડાં બીછાવીને તેના પર ચોખા મૂકો. તાંબાના પહોળા વાસણમાં ચંદન કે કુમકુમથી સ્વસ્તિક બનાવીને ચોખા પર મૂકો. આ વાસણમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો. 


કયા ફળ અને પાંદડાનો ઉપયોગ
જાતિ, મલ્લિકા, કનેર, કમળ, ગુલાબ, ચંપા, ગલગોટો, બકુલના ફૂલો અને દૂર્વા, શમી, ધતૂરા, કનેર, કેળા, બોર, મદાર અને બિલી પત્ર. 


આ વાતનું ખાસ રાખો ધ્યાન


  • ગણપતિની પૂજા દરમિયાન તુલસી ભૂલેચૂકે ન ચડાવો. 

  • પૂજામાં વાદળી, કાળા રંગના કપડાં ન પહેરવા. 

  • દૂર્વા અને મોદક વગર પૂજા અધૂરી રહે છે. 

  • સ્થાપિત મૂર્તિને હલાવો નહીં કે એકલી ન છોડો. 


ગણેશજીની પૂજા વિધિ (ગણેશપુરાણ મુજબ)


  • ઘીનો દીવો પ્રગટાવીને દૂધ અને પંચામૃતથી સ્નાન કરાવો. 

  • અષ્ટગંધ અને લાલ ચંદનથી ગણેશજીને તિલક કરો. 

  • ફૂલ અને બિલિપત્રની માળા પહેરાવો. મીઠાઈનો ભોગ લગાવો. 

  • લવિંગ, ઈલાઈચી, કેસર, કપૂર, સોપારી અને કાથાવાળું પાન ચડાવો.

  • આરતી કરીને 21 વખત પ્રદક્ષિણા કરો અને દક્ષિણા ચડાવો. 


આ રીતે પૂજા ન કરી શકો તો આ નાનકડી પૂજાવિધિ પણ કરી શકાય...


1. ચોકી પર સ્વસ્તિક બનાવીને એક ચપટી ચોખા રાખો.
2. તેના પર નાડાછડી લપેટેલી સોપારી રાખો. આ સોપારી ગણેશની પૂજા કરો. 
3. આટલું પણ ન થઈ શકે તો શ્રદ્ધાથી ફક્ત મોદક અને દૂર્વા ચડાવીને પ્રણામ કરવાથી પણ ભગવાનની કૃપા મળે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)