Ganesh Mahotsav: ભગવાન ગણેશ વિશે અનેક રોચક કથાઓ પુરાણોમાં જોવા મળે છે. શિવ-પાર્વતીના પુત્ર ગણેશને હરહંમેશ સૌથી પહેલાં યાદ કરવામાં આવે છે. દરેક સતકાર્યોમાં ગણેશજીને સૌથી અગ્ર ગણવામાં આવે છે. દરેક સતકાર્યોમાં સૌથી પહેલાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આમ કરવાથી કાર્ય શુભ રહે છે.  ત્યારે જાણીએ ઉંદર સિવાય બીજા કયા છે ગણપતિ દાદાના વાહનો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે ગણેશપુરાણના ક્રીડાખંડમાં ઉલ્લેખ છે કે તે  વિશે ગણેશ પુરાણની રોચક વાતો જણાવતા જાણીતા જ્યોતિષી ચેતનભાઇ પટેલે જણાવ્યું કે  શાસ્ત્રો અને પુરાણોમાં સિંહ, મયૂર અને મૂષકને પણ શ્રી ગણેશજીનું વાહન જણાવાયાં છે કહેવાય છે કે કળિયુગમાં ગણેશ અવતાર બાદ સતયુગની શરૂઆત થશે 


જી હા દોસ્તો આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે  ગણેશ જી દરેક યુગમાં અવતારિત થાય છે ત્યારે તેમનું સ્વરૂપ અને વાહન અલગ અલગ હોય છે આ કળિયુગ માં પણ ગણેશ જી અવતાર લેવાના છે. સિંહ, મયૂર, મૂષક દરેક વાહન સાથે જોડાયેલી છે ગણેશજીની એક અલગ કથા.


સતયુગમાં ગણેશજીનું વાહન:
સતયુગમાં ગણેશજીનું વાહન સિંહ હતું અને તેઓ દસ ભુજાવાળા, તેજસ્વી સ્વરૂપ તથા ભક્તોને વરદાન આપનારા હતા માટે સતયુગમાં  તેમનું નામ વિનાયક  હતું.


ત્રેતાયુગમાં ગણપતિજીનું વાહન:
ત્રેતાયુગમાં ગણપતિજીનું વાહન મયૂર હતું તેઓ શ્વેત વર્ણના તથા છ ભુજાઓવાળા  હતા  તથા ત્રણે લોકોમાં તેઓ મયૂરેશ્વર નામથી વિખ્યાત છે.


દ્વાપરયુગમાં શ્રી ગણેશનું વાહન:
દ્વાપરયુગમાં શ્રી ગણેશનું વાહન મૂષક હતું તેમનો વર્ણ લાલ અને ચાર ભુજાઓ વાલબ તથા ગજાનન નામથી પ્રસિદ્ધ થયા હતા.


ગણેશ પ્રિય મંત્રો-
1) ઓમ ગં ગણપતયે નમઃ
2) ઓમ એક દંતાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તનો દંતિ પ્રચોદયાત્
3) ઓમ ગં ગણપતયે સર્વ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા 
4) ઓમ ગ્લૌમ  ગં ગણપતયે નમઃ


ગણેશજીના  અસ્ત્ર-
ગણપતિ દાદાના પ્રમુખ અસ્ત્ર-  પાશ, અંકુશ,અને પરશુ છે. 


ગણેશજીનો શણગાર-
ગણેશજીના અન્ય શણગારમાં શંખ, કમળ, પુષ્પ,  ચક્ર,  ગદા અને નાગ છે 


પુરાણો અનુસાર કળિયુગમાં તેમનો ધૂમ્રવર્ણ  હશે અને બે ભુજાઓ હશે તેમનું વાહન ઘોડો  હશે , તથા તેમનું નામ ધૂમ્રકેતુ હશે કળિયુગમાંથી અવતારનો સાથ આપવા અવતાર લેવાના છે અને તેમના અવતાર બાદ કળિયુગ  સમાપ્ત થશે અને ફરી સતયુગ આવશે


જાણીતા જ્યોતિષી ચેતન પટેલ