Ganesh Visarjan 2023 on Anant Chaturdashi: ગણપતિ બાપ્પાને દસ દિવસ પોતાના ઘરે કે ઓફિસમાં રાખ્યા બાદ આજે છે વિદાય આપવાની વેળા. આ દિવસ આમ તો ખુબ કપરો હોય છે, કારણકે, પરિવારના સભ્યોને આ 10 દિવસમં એવું જ લાગે છે કે, ગણપતિ દાદા પણ આપણાં જ પરિવારના સભ્ય છે. આપણાં ઘરે જ રહે છે. પણ જ્યારે તેઓ વિદાય લે છે ત્યારે સૌનું મન થોડું ઉદાસ થઈ જાય છે. જોકે, એક વાતનો આનંદ પણ હોય છેકે, દાદાની વિદાય એવી રીતે કરવામાં આવે છેકે, આવતા વરસે તમે જલદી આવજો. એટલે જ કહેવામાં આવે છેકે, ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલદી આ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગણેશ મહોત્સવ આમ તો દસ દિવસનો હોય છે. પણ ઘણાં લોકો પોતાની આસ્થા મુજબ ઓછા દિવસો માટે પણ ગણેશ સ્થાપન કરીને પૂજા અર્ચના કરતા હોય છે. હિન્દૂ ધર્મની આસ્થા અનુસાર 10 દિવસ સુધી તેમના ભક્તોની વચ્ચે રહ્યા પછી, ગણપતિ બાપ્પા અનંત ચતુર્દશીના દિવસે વિદાય લે છે. ભાદ્રપદ શુક્લની ગણેશ ચતુર્થીથી શરૂ થયેલો ગણેશ ઉત્સવ અનંત ચતુર્દશીના રોજ ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થાય છે. 


અનંત ચતુર્દશીના દિવસે ગણેશોત્સવ સમાપ્ત થાય છે અને ગણપતિ બાપ્પાને વિદાય આપવામાં આવે છે. તમારે એ પણ જાણી લેવું જોઈએ કે આજે ગણેશ વિસર્જનનો શુભ સમય કયો છે. આજે, ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2023, દેશભરમાં ગણેશ વિસર્જન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે 10 દિવસ સુધી વિધિ પ્રમાણે ભગવાન ગણેશની પૂજા કરવાથી અને ગણેશ વિસર્જન કરવાથી વ્યક્તિના તમામ દુ:ખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત ગણપતિ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.


ગણેશ વિસર્જન 2023 નો શુભ સમય-
પંચાંગ અનુસાર, આજે, ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2023, અનંત ચતુર્દશીના રોજ, ગણેશ વિસર્જનનો શુભ સમય સવારે 06.11 થી 07.40 સુધીનો રહેશે. આ પછી, ગણેશ વિસર્જન માટે સાંજે 04:41 થી 09:10 સુધીનો શુભ સમય છે.


ગણપતિ વિસર્જન ઘરે કેવી રીતે કરવું-
ગણેશ વિસર્જન ઘરે પણ કરી શકાય છે. આ માટે શુભ સમયે ડોલ અથવા ટબમાં સ્વચ્છ પાણી લો. પછી ભગવાન ગણેશની આરતી કરો અને તેમને આદરપૂર્વક પાણીમાં ડૂબાડો. જ્યારે મૂર્તિ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય, ત્યારે આ પાણીને એક વાસણમાં મૂકો.


ભગવાન વિષ્ણુની પૂજા કરો-
આ સાથે અનંત ચતુર્દશી પર ભગવાન વિષ્ણુની પૂજાનું પણ ઘણું મહત્વ છે. અનંત ચતુર્દશી તિથિ ભગવાન શ્રી હરિને સમર્પિત છે, આ દિવસે તેમના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને 14 ગાંઠનું અનંત સૂત્ર બાંધવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દોરો દરેક સંકટમાં ભગવાન વિષ્ણુના ભક્તોની રક્ષા કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)