હિન્દુ ધર્મમાં જ્યારે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમ હોય છે ત્યારે ભગવાન ગણેશજીની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે. અત્રે જણાવવાનું કે જે વ્યક્તિ પર ગણેશજી મહેરબાન હોય છે તેવા લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે. ગણેશજીને કેટલીક રાશિઓ ખુબ પ્રિય છે આ લોકોને ગણેશજી તમામ ભૌતિક સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે. આ સાથે જ લોકોને કષ્ટોથી પણ બચાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે ગણેશ ચતુર્થી પર સર્વાર્થ સિદ્ધિ યોગ બન્યો હતો. આ શુભ ઘડીમાં ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. આ મુહૂર્તમાં બાપ્પાને ઘરે લાવનારા ઉપર પણ બાપ્પા રાજી રહેશે. તેમના ઘરમાં રિદ્ધિ અને સિદ્ધિ તથા સુખ સમૃદ્ધિ વધશે. જાણો આ લકી રાશિઓ વિશે...


મેષ રાશિ
આ રાશિના લોકો પર ભગવાન ગણેશ હંમેશા મહેરબાન રહે છે. આ સાથે જ ગણેશજી તેમને સંકટથી પણ બચાવે છે. તેમના તમામ કાર્યો સરળતાથી બને છે. બાપ્પાની કૃપાથી તેમના જીવનમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. તથા સદૈવ સુખ અને સંપન્ન રહે છે. આ લોકોને તમામ  ભૌતિક સુખ મળે છે. તમારી રાશિના સ્વામી મંગળ દેવ છે. આથી બાપ્પાને રાજી રાખવા માટે તમે ગણેશોત્સવ દરમિયાન બાપ્પાને મોદકનો ભોગ ખાસ ધરજો. ગણેશજીની કૃપાથી તમને ધનલાભ થશે. 


મિથુન રાશિ
મિથુન રાશિવાળા પર ગણપતિબાપ્પા હંમેશા કૃપા વરસાવે છે. આ સાથે જ બાપ્પા તેમની દરેક મનોકામના પૂરી કરે છે. આ લોકો કરિયરમાં ખુબ નામ અને શોહરત કમાય છે. સમાજમાં અને કાર્યક્ષેત્રે સન્માન મળે છે. ગણેશજીની કૃપાથી તેમની કોમ્યુનિકેશન સ્કીલ સારી હોય છે. આવા લોકો બિઝનેસ માઈન્ડેડ હોય છે. તેઓ બિઝનેસમાં નવા નવા આઈડિયાથી ધન કમાય છે. આ રાશિના લોકો પર બુધ ગ્રહનું આધિપત્ય હોય છે. ઉપાય તરીકે ગણેશોત્સવમાં રોજ ચોખાના બનેલા મોદકનો ભોગ લગાવો. 


મકર રાશિ
મકર રાશિના લોકો ઉપર પણ ગણેશજી કૃપા વરસાવે છે. આ લોકો મહેનતથી કોઈ પણ મુકામ પર પહોંચી શકે છે. આ સાથે જ બાપ્પાની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ ખુબ મજબૂત રહે છે. આ લોકોને ભગવાન ગણેશ તમામ સુખ સુવિધાઓ આપે છે. આ લોકો જે લક્ષ્ય વિશે વિચારે છે તેને મેળવીને જ દમ લે છે. ઉપાય તરીકે તમે ગણેશોત્સવમાં રોજ પાનનું પત્તું ભગવાનને અર્પણ કરો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)