ઝી બ્યૂરો, અમદાવાદઃ કહેવાય છેકે, કોઈપણ શુભ કાર્ય કરતા પહેલાં ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. ભગવાન શ્રી ગણેશને તમામ ગણોના પતિ પણ કહેવામાં આવે છે. તેથી જ ગણેશજીની ગણપતિ પણ કહેવાય છે. હાલ ગણેશ મહોત્સવ શરૂ થઈ ચુક્યો છે. ચારેય કોર બાપ્પા મોરિયા અને જય ગણેશની ધૂમ જોવા મળી રહી છે. દેશભરમાં ધામધૂમથી ગણપતિની પૂજા અર્ચના થઈ રહી છે. ત્યારે આજે જાણીશું ગણેશજી વિશેની એક વિશે કથા...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુરાણો અનુસાર ભગવાન ગણેશ અને મહાભારત વચ્ચે ખાસ કનેક્શન છે. જીહાં, મહર્ષિ વેદવ્યાસ કહે છેકે, મહાભારતની રચના એટલેકે, મહાભારત ભગવાન શ્રી ગણેશે લખી હતી. જોકે, મહાભારત લખતા પહેલાં મહર્ષિ વેદવ્યાસ સામે ગણપતિએ એક ખાસ શરત મુકી હતી. જાણો શું હતી આ શરત? ત્યાર બાદ કઈ રીતે લખાઈ હતી મહાભારત...કેમ દસ દિવસ સુધી ગણપતિની પુજા કરવામાં આવી છે તેની કથા પણ આની સાથે જ જોડાયેલી છે. 


ગણેશજી પાસે મહાભારત લખાવવાનો કોનો હતો આઈડિયા?
જ્યારે મહર્ષિ વેદવ્યાસે મનમાં જ મહાભારતની રચના કરી તો તેમણે બ્રહ્માજીનુ સ્મરણ કર્યું અને તેમને સંપૂર્ણ વાત જણાવી. બ્રહ્માજીએ કહ્યુ કે આ ગ્રંથનું લેખન તો શ્રીગણેશ જ કરી શકે છે. એવું રહેવાય છેકે, જ્યારે ગણપતિ મહાભારત લખતા હતા ત્યારે તેમના માટે અલગ અલગ ભોજનો, મિષ્ઠાન તૈયાર કરીને આપવામાં આવતા હતા. તેમણે 10 દિવસમાં મહાભારત લખી નાંખી હતી. તેથી આ 10 દિવસ દરમિયાન તેમની સ્થાપના કરીને તેમનું આ દિવસો દરમિયાન વિશેષ પુજાન કરવામાં આવે છે.


ગણપતિએ મહાભારત લખવા મહર્ષિ વેદવ્યાસ સાથે રાખી હતી શું શરત?
વેદવ્યાસે શ્રીગણેશનું સ્મરણ કર્યું અને તેમને મહાભારત લખવા માટે પ્રાર્થના કરી. શ્રીગણેશે એક શરત પર મહાભારતનું લેખન કર્યું કે મહર્ષિ વેદવ્યાસ અટક્યાં વિના સતત આ ગ્રંથના શ્લોક બોલતા રહેશે.


મહાભારતના લેખન અંગે મહર્ષિ વેદવ્યાસે પછી ગણેશજી સાથે રાખેલી શું શરત?
ગણપતિ જ્યારે મહાભારતનું લેખન કરવા માટે રાજી થયા ત્યારે મહર્ષિ વેદવ્યાસે પણ તેમની પાસે એક ખાસ શરત રાખી હતી. મહર્ષિ વેદવ્યાસે પણ એક શરત રાખી કે હું ભલે સમજ્યાં-વિચાર્યા વિના બોલૂં, પરંતુ તમે કોઈ પણ શ્લોક સમજ્યાં વિના નહીં લખો. વચ્ચે-વચ્ચે મહર્ષિ વેદવ્યાસ કેટલાક એવા શ્લોક બોલ્યાં જેને સમજવામાં શ્રીગણેશને થોડો સમય લાગતો હતો અને આ દરમિયાન મહર્ષિ વેદવ્યાસ અન્ય શ્લોકની રચના કરી લેતા હતા.


કોણે આપ્યા હતા ગણપતિને અસ્ત્ર-શસ્ત્ર?
- ગ્રંથો મુજબ, એક વખત શિવ કૈલાસ ત્યાગ કરીને વનમાં જઈને રહેવા લાગ્યા. એક દિવસ શિવને મળવા વિશ્વકર્મા આવ્યાં ત્યારે ગણેશે વિશ્વકર્માને પૂછ્યું કે તમે મારા માટે શું ભેટ લાવ્યા છો.
- વિશ્વકર્માએ ગણપતિનું વંદન કર્યું અને તેમની સામે ભેટ સ્વરૂપ કેટલીક વસ્તુઓ રાખી, જે તેમના હાથે બનાવેલી હતી. આ વસ્તુઓ હતી એક તીક્ષ્ણ અંકુશ, પાશ અને પદ્મ.
- આ વસ્તુઓ મેળવીને ગણપતિ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. આ અસ્ત્ર-શસ્ત્રથી સૌથી પહેલા ગણેશે દૈત્ય વૃકાસુરનો સંહાર કર્યો હતો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી આધારિત છે.)