સુખ, સમૃદ્ધિ સાથે માતા લક્ષ્મીના ઘરમાં થશે પગલાં, ઘરમાં રોજ કરો આ કામ
Dhan Labh Upay: ગરુડ પુરાણમાં જીવન સંબંધિત એવી ગુઢ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું પાલન કરવાથી આજના સમયમાં પણ જીવનમાં સકારાત્મક ફેરફાર આવી શકે છે અને જીવન સુખ સમૃદ્ધિથી ભરપૂર થઈ શકે છે.
Dhan Labh Upay: ગરુડ પુરાણ હિંદુ ધર્મનો મહત્વનો ગ્રંથ છે. તેને 18 મહાપુરાણમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડ સાથે જે વાત કરે છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચેની આ વાતોમાં જીવનનો સાર મળે છે. ગરુડ પુરાણમાં જીવન સંબંધિત એવી ગુઢ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું પાલન કરવાથી આજના સમયમાં પણ જીવનમાં સકારાત્મક ફેરફાર આવી શકે છે અને જીવન સુખ સમૃદ્ધિથી ભરપૂર થઈ શકે છે. ગરુડ પુરાણમાં એવી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને તમે રોજિંદા જીવનનો એક ભાગ બનાવશો તો તમારા ઘરમાં પણ માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થશે અને તમને ભાગ્યનો સાથ હંમેશા મળશે.
આ પણ વાંચો:
માર્ચ મહિનામાં આ રાશિના લોકો પર શનિદેવના રહેશે ચાર હાથ, ચારેબાજુથી કરાવશે લાભ જ લાભ
મહિને લાખો કમાતા હોય તો પણ હંમેશા રહે છે કંગાળ, આ 5 રાશિના લોકો પાસે નથી ટકતા રૂપિયા
બુધની રાશિમાં મંગળ કરશે પ્રવેશ, આ 3 રાશિના લોકોને થશે ભાગ્યોદય, ચારે તરફથી થશે ધનલાભ
ગરુડ પુરાણ અનુસાર રોજ કરવા આ કામ
- દિવસની શરૂઆત હંમેશા ઈશ્વરના દર્શન કરીને અને તેમને પ્રણામ કરીને કરવી જોઈએ. આમ કરવાથી દિવસ સારો જાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે.
- સવારની જેમ જ રાત્રે સુતા પહેલા પણ ભગવાનનું સ્મરણ કરીને તેમનો આભાર માનવો જોઈએ. ભગવાન એને પ્રાર્થના કરીને સુવા જવું જોઈએ.
- ઘરમાં બનતી પહેલી રોટલી હંમેશા ગાયને ખવડાવી જોઈએ અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવી જોઈએ તેનાથી પિતૃ પ્રસન્ન રહે છે અને ઘર પરિવાર પર તેમના આશીર્વાદ રહે છે.
- ઘરમાં બનેલા સાત્વિક ભોજનને સૌથી પહેલા ભગવાન સમક્ષ ધરાવો. આમ કરવાથી માતા અન્નપૂર્ણા નો આશીર્વાદ પરિવાર ઉપર રહે છે. અને ઘરમાં ધન ધાન્યની ખામી રહેતી નથી.
- ઘરમાં નિયમિત રીતે તુલસીજીની પૂજા કરવી જોઈએ. તુલસીજીની પૂજા કરવાથી ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહે છે અને ઘરમાં ક્યારેય ધનની ખામી સર્જાતી નથી.