Garud Purana: જો ઘરમાં આવી ભૂલ કરશો તો રિસાઈ જશે લક્ષ્મીજી! આ વાતનું રાખજો ખાસ ધ્યાન
Garud Purana: માન્યતા છે કે, ગરુડ પુરાણ, જે ભગવાન વિષ્ણનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. એમાં લખવામાં આવેલી વાતોનું કોઈ યોગ્ય રીતે પાલન કરે છે તો, તે વ્યક્તિ ન માત્ર પોતાના જીવનકાળ દરમિયાન પરંતુ પોતાના જીવન બાદ પણ સારા પરિણામો ભોગવે છે. એવી જ રીતે શિક્ષા જણાવવામાં આવે છે. જેનું પાલન ન કરવાની તમારા ઘરમાં કંગાળીનો માહોલ આવી જાય છે અને લક્ષ્મીજી રિસાઈને ચાલ્યા જાય છે. જો તમારે માઠા ફળ નથી ભોગવવા તો આટલા કામ ન કરો.
Garud Purana: ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, વ્યક્તિને પોતાના મૃત્યુ બાદ પણ સારા-ખરાબ કર્મોનું ફળ ભોગવવું પડે છે. માન્યતા છે કે, ગરુડ પુરાણ, જે ભગવાન વિષ્ણનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ મળે છે. જો વ્યક્તિ તેના જીવનમાં સારા કર્મો કરે છે તો તેને સુખની પ્રાપ્તિ થાય છે. પરંતુ ખરાબ કર્મો માટે તેણે દુઃખ ભોગવવું પડે છે. ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, વ્યક્તિને પોતાના મૃત્યુ બાદ પણ સારા-ખરાબ કર્મોનું ફળ ભોગવવું પડે છે.
માન્યતા છે કે, ગરુડ પુરાણ, જે ભગવાન વિષ્ણનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. એમાં લખવામાં આવેલી વાતોનું કોઈ યોગ્ય રીતે પાલન કરે છે તો, તે વ્યક્તિ ન માત્ર પોતાના જીવનકાળ દરમિયાન પરંતુ પોતાના જીવન બાદ પણ સારા પરિણામો ભોગવે છે. એવી જ રીતે શિક્ષા જણાવવામાં આવે છે. જેનું પાલન ન કરવાની તમારા ઘરમાં કંગાળીનો માહોલ આવી જાય છે અને લક્ષ્મીજી રિસાઈને ચાલ્યા જાય છે. જો તમારે માઠા ફળ નથી ભોગવવા તો આટલા કામ ન કરો.
જમ્યા બાદ એઠાં વાસણ ન છોડો-
ઘણીવાર આપણે આપણી થાળીમાં એઠું ભોજન છોડી દઈએ છે અથવા તો જમ્યા બાદ થાળીમાં જ હાથ ધોઈએ છે. એવું કરવાનું પણ ગરુડ પુરાણમાં વર્જિત માનવામાં આવ્યું છે. જો તમે કે તમારા પરિવારમાં કોઈ એવું કરે છે તો તેમને એવું કરવાની ના પાડી. કારણ કે અન્નનું અપમાન કરવાથી મા લક્ષ્મી રિસાઈ જાય છે અને જમ્યાના કેટલાક સમય બાદ એંઠા વાસણ અને રસોડું પણ સાફ કરી દો.
ભંગાર ભેગો ન કરો-
ઘણી વાર આપણે ઘરમાં લાંબા સમય સુધી ભંગાર ભેગો કરીએ છે. પરંતુ એવું કરવું તમને ખરાબ પરિણામ આપી શકે છે. સાથે જ ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા કરે છે અને ઘરના આસપાસના લોકોમાં મતભેદનું કારણ બને છે. જેના માટે ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, ઘરમાં ભંગાર અને કાટ લાગેલા વાસણો ન રાખવા જોઈએ.
ઘરમાં રાખો સફાઈ-
ગરુણ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, જે ઘરમાં સાફ સફાઈ નથી હોતી ત્યાં હંમેશા બીમારીઓ રહે છે અને પરિવારનો માહોલ બગડવા લાગે છે. સાથે જ આવા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ નથી રહેતો. જેના કારણે આર્થિક સ્થિતિ ખરાબ થાય છે. એટલે જ ઘરમાં અંદર અને આસપાસ સાફ સફાઈ જરૂરથી કરવી જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)