Astro Tips: ઘરમાં રોજ જે પૂજા થાય તેમાં સૌથી પહેલા ઘંટડી વગાડવામાં આવે છે. સવારે ઘંટડી વગાડીને ભગવાનને જગાડી તેમની પૂજા કરવામાં આવે છે. રોજની પૂજા સિવાય ખાસ પૂજા પણ ઘંટી વગાડ્યા વિના અધુરી ગણાય છે. મંદિરમાં પણ દર્શન કરવા જાવ તો પ્રવેશદ્વારની ઉપર જ ઘંટ લગાવેલો હોય છે જેને વગાડીને લોકો મંદિરમાં પ્રવેશ કરે છે. પૂજામાં ઉપયોગી આ ઘંટ અને ઘંટડીનું વિશેષ મહત્વ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 6 સપ્ટેમ્બરથી 3 રાશિઓ માટે શુભ સમય શરૂ, મંગળના આદ્રામાં નક્ષત્રમાં પ્રવેશથી થશે લાભ


ઘંટડીનું વૈજ્ઞાનિક મહત્વ પણ સામે આવી ચૂક્યું છે. વિજ્ઞાન પણ માને છે કે ઘંટમાંથી જે અવાજ અને તરંગો નીકળે છે તે વાતાવરણને સકારાત્મક બનાવે છે. એટલે કે જ્યારે પણ ઘંટડી વાગે છે ત્યારે સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. રોજ જે લોકો ઘરની પૂજામાં ઘંટડી વગાડતા હોય છે તેઓ પણ ઘંટડીના એક ખાસ રહસ્યથી અજાણ હોય છે. 


આ પણ વાંચો: ગણેશજીને પ્રિય છે આ 3 રાશિઓ, આ ગણેશ ચતુર્થી પર થશે વિશેષ કૃપા, ધનમાં થશે વધારો


ગરુડ ઘંટી 


ઘરમાં જે ઘંટડીનો ઉપયોગ થતો હોય છે તેને ધ્યાનથી જોશો તો તેની ઉપર ગરુડ દેવ નું ચિત્ર બનેલું હશે. હિન્દુ ધર્મ અનુસાર ગરુડ દેવ ભગવાન વિષ્ણુના વાહન છે. ઘંટડી ઉપર ગરુડ દેવનું ચિત્ર ખાસ કારણથી હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે પણ ભક્તો ગરુડ ઘંટડી વગાડીને ભગવાન સામે તેની મનોકામના વ્યક્ત કરે છે તો તે મનોકામનાને ગરુડદેવ ભગવાન વિષ્ણુ સુધી પહોંચાડે છે. તેથી જ ઘંટડીને ગરુડ ઘંટડી પણ કહેવાય છે. માન્યતા છે કે ગરુડ ઘંટડી વગાડવાથી મોક્ષ મળે છે અને મનોકામના પણ પૂર્ણ થાય છે. 


આ પણ વાંચો: Weekly Horoscope: 2 થી 8 સપ્ટેમ્બર સુધીનું સપ્તાહ મિથુન સહિત 4 રાશિઓ માટે શુભ


ગરુડ ઘંટડીથી સંબંધિત વધુ એક મહત્વપૂર્ણ વાત એ છે કે હિન્દુ ધર્મ અનુસાર સૃષ્ટિની રચના જે નાદથી થઈ હતી તે નાદ ગરુડ ઘંટીમાંથી નીકળતા નાદ જેવો જ છે. આ કારણથી પણ ગરુડ ઘંટડીમાંથી નીકળતા અવાજને વિશેષ માનવામાં આવે છે. ઘંટડીમાંથી નીકળતો અવાજ શક્તિશાળી હોય છે તે આસપાસની નકારાત્મક ઊર્જાને દૂર કરે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)