હિન્દુ ધર્મમાં મૃત્યુને પણ એક સંસ્કાર માનવામાં આવ્યો છે. આ સંસ્કારમાં કેટલીક ચીજોનું મોત વખતે રહેવું કે કરવું એ જીવન ત્યાગનારાને સીધી સ્વર્ગમાં પહોંચાડે એવું કહેવાય છે. મોત પહેલા કેટલીક ક્રિયાઓ કરવાથી શરીરમાંથી આત્મા પણ સરળતાથી નીકળે છે. જાણો એ 5 વસ્તુઓ કઈ છે જે સીધી સ્વર્ગના દ્વાર ખોલે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. તુલસીના પાંદડાને ખુબ શુભ માનવામાં આવે છે. ગરુડ પુરાણ મુજબ જો મૃત્યુ સમયે તેના પાંદડા વ્યક્તિના મોઢામાં રાખવામાં આવે તો વ્યક્તિનો અંત સુખદ રીતે થશે અને તેના આત્માને સીધી સ્વર્ગમાં જગ્યા મળશે. 


2. ગરુડ પુરાણ મુજબ કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય તો તેના મોઢામાં થોડું ગંગાજળ નાખવું જોઈએ. કારણ કે  ભગવાન વિષ્ણુના ચરણ કમલથી નીકળેલી ગંગા પાપનો નાશ કરે છે અને પાપ નષ્ટ થતા જ મનુષ્યને વૈકુંઠ પ્રાપ્તિનો અધિકાર મળે છે. આ કારણ છે કે અંતિમ સંસ્કાર બાદ રાખને ગંગા નદીમાં પ્રવાહિત કરી દેવાય છે. 


3. હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ તલ પવિત્ર હોય છે. કારણ કે તે ભગવાન વિષ્ણુના પરસેવાથી ઉત્પન્ન થાય છે. આથી તલનું દાન કરવું મહાદાન ગણાય છે. તમને જણાવી દઈએ કે તેનું દાન કરવાથી ભૂત, પ્રેત, અને પિશાચ દૂર થાય છે. આ ઉપરાંત મૃતકના માથા નીચે હંમેશા કાળા તલ રાખવા જોઈએ. 


4. ગરુડ પુરાણ મુજબ જો કોઈ વ્યક્તિને મૃત્યુ સમયે ભાગવત ગીતા સંભળાવવામાં આવે તો તે વ્યક્તિનો આત્મા સરળતાથી શરીરમાંથી મુક્ત થાય છે. યમદૂત તેને સ્પર્શી પણ શકતા નથી. તેને સીધુ સ્વર્ગમાં સ્થાન મળે છે. 


5. કુશા એક એવા પ્રકારનું ઘાસ છે જેના વગર ભગવાનની પૂજા અધૂરી છે. એવું માનવામાં આવે છે કે કુશની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુની જટાઓમાંથી થઈ હતી. મૃત્યુ સમયે વ્યક્તિને કુશાની ચટાઈ પર સૂવાડવી જોઈએ. ત્યારબાદ તુલસીના પત્તા માથા પર લગાવવાં જોઈએ. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)