Money Tips: વ્યક્તિની આ આદતો તેને કરે છે બરબાદ અને બનાવે છે ગરીબ, તમને તો નથી ને ?
Money Tips: ઘણા લોકો એવા હોય છે જે હંમેશા ફટેહાલ રહે છે. આવા લોકોના ખિસ્સા હંમેશા ખાલી રહે છે. એટલે કે આવા લોકો પાસે ધન ટકતું નથી. જો કે દરિદ્ર હાલતને લઈ લોકો ભાગ્યને દોષ આપે છે. પરંતુ ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિની કેટલીક ખોટી આદતો જ તેની બરબાદી માટે જવાબદાર હોય છે.
Money Tips: હિન્દુ ધર્મના મહાન પુરાણોમાંથી એક ગરુડ પુરાણ પણ છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ વ્યક્તિની કેટલીક આદતો વિશે જણાવ્યું છે જે આદતો વ્યક્તિની બરબાદીનું કારણ બને છે જે વ્યક્તિમાં આ આદત હોય તે દરિદ્ર બને છે અને તેનું જીવન પણ બરબાદ થઈ જાય છે. આવી આદતો ધરાવતા વ્યક્તિ પાસે લક્ષ્મી ક્યારેય ટકતી નથી. તો ચાલો તમને જણાવીએ ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિએ કઈ કઈ આદત હોય તો તેને તુરંત બદલવી જોઈએ કારણ કે આ હતો તો વ્યક્તિનું જીવન બરબાદ કરે છે.
આ પણ વાંચો:
નોકરી-ધંધામાં નથી મળતી સફળતા ? તો અજમાવો મીઠાના આ ટોટકા, રાતોરાત ચમકશે ભાગ્ય
3 રાશિના લોકો દિવસ રાત ગણશે રુપિયા, બુધ ગ્રહનું રાશિ પરિવર્તન બનાવશે રાતોરાત કરોડપતિ
સિંહ રાશિમાં સર્જાશે બુધ-શુક્રની યુતિ, 3 રાશિના લોકોને ચારે તરફથી મળશે પૈસો જ પૈસો
કામચોરી
ઘણા લોકો કામ કરવાથી દૂર ભાગતા હોય છે. જે લોકો કામચોર હોય છે તેમની પાસે લક્ષ્મી ક્યારેય ટકતી નથી. આળસ હોય ત્યાં લક્ષ્મીનો વાસ ક્યારેય થતો નથી અને આવા વ્યક્તિ જીવનમાં સફળ પણ થતા નથી.
મોડે સુધી ઊંઘ કરવી
ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ મોડે સુધી સુવે છે અથવા તો દિવસ દરમિયાન પણ સુતા રહે છે તેવા વ્યક્તિ પણ હંમેશા દરિદ્ર રહે છે. મોડે સુધી સૂવાની આદત હોય તો તેને તુરંત જ બદલી દેવી જોઈએ આ આદત જીવન બરબાદ કરે છે.
રાત્રે એંઠા વાસણ મુકવા
ગરુડ પુરાણ અનુસાર રાત્રે ભોજન કર્યા પછી એંઠા વાસણ સાફ કર્યા વિના એમ જ મૂકી દેવાથી ગ્રહદોષ વધે છે અને લક્ષ્મી ક્રોધિત થાય છે. આવા ઘરમાં આર્થિક સમસ્યાઓ વધે છે.
સ્વચ્છતા નો અભાવ
જો કોઈ વ્યક્તિ પોતાના ઘરની સાફ-સફાઈ પર ધ્યાન આપતી નથી તો તેનાથી લક્ષ્મીજી હંમેશા નારાજ રહે છે. જે વ્યક્તિ સ્વચ્છતા નું ધ્યાન નથી રાખતી અને સ્વચ્છ વસ્ત્રો પહેરતી નથી તે હંમેશા દરિદ્ર રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)