Shrimadbhagavat Puran: શ્રીમદ ભાગવત એક ધાર્મિક ગ્રંથ છે જે ભારતીય સંસ્કૃતિમાં મહત્વનું સ્થાન ધરાવે છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણએ એવી સાત વિશેષ પ્રકારની વાતો જણાવી છે જે દરેકે ધ્યાનમાં લેવા જેવી છે. જીવનમાં ક્યારેય આ 7 વ્યક્તિઓનું અપમાન કરવાનું વિચારવું પણ ન જોઈએ. શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણ કહે છે કે જે આ લોકોનું અપમાન કરે છે, એવા લોકોનું ધન, પુષ્ય, સુખ અને સમૃદ્ધિ નષ્ટ થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવતા
ભારતીય સંસ્કૃતિમાં દેવતાઓનું મહત્વપૂર્ણ સ્થાન છે. દેવતાઓ પ્રત્યે અવજ્ઞા કે અવિશ્વાસનું પરિણામ વિનાશકારી થઈ શકે છે. આથી તેમનો આદર કરવો જોઈએ. તેમનું અપમાન કરવું જોઈએ નહીં. દેવતાઓનું અપમાન કરવું એ કુદરતના સંતુલનને બગાડવા સમાન છે. 


વેદ
વેદ ભારતીય સંસ્કૃતિના અદભૂત અને પ્રાચીન ગ્રંથ છે. તેમાં જ્ઞાન અને વિજ્ઞાનના અગણિત રહસ્યો છે. વેદોનો તિરસ્કાર કરવો કે તેમનું અપમાન કરવું એ અશુભ મનાય છે. 


ગાય
ગાયને હિન્દુ ધર્મમાં માતૃત્વનું પ્રતિક ગણવામાં આવે છે અને ગાયને પૂજનીય માનવામાં આવે છે. ગાયનો આદર કરવો અને તેનું સંરક્ષણ કરવું ભારતીય સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ છે. ગાયનું અપમાન કરનારાઓ પાસેથી ધન અને સુખ સમૃદ્ધિ છીનવાઈ જાય છે. 


બ્રાહ્મણ
બ્રાહ્મણ જ્ઞાન અને ધાર્મિકતાના પ્રતિક તરીકે ઓળખાય છે. તેમને સન્માન અને આદર આપવો જોઈએ. તેમનું અપમાન કે તિરસ્કાર કરનારા લોકો પણ સુખથી વંચિત થઈ જાય છે. 


ક્ષત્રિય
ક્ષત્રિય પ્રાચીન કાળથી લોકોની રક્ષા કરતા આવ્યા છે. તેઓ રાજા અને સેનાપતિઓનો વર્ગ છે. પોતાના જીવની પરવા કર્યા વગર ક્ષત્રિય સમાજ પોતાના સામ્રાજ્ય અને પ્રજા માટે યુદ્ધ કરતા હતા. તેમનું અપમાન કરવું એ સમાજમાં અશાંતિ ફેલાવવા સમાન છે. 


ધર્મ
ધર્મ જીવનની દિશા અને માર્ગદર્શન પ્રદાન કરે છે. ધર્મ મુદ્દે બિનજરૂરી અને ખોટી ટિપ્પણી કરતા બચવું જોઈએ. 


સાધુ
સાધુ ધાર્મિકતા અને આધ્યાત્મિકતાનું પ્રતિક છે. તેમને સન્માન આપવું જોઈએ અને તેમના પ્રત્યે અપમાન કે અવિશ્વાસનો ભાવ રાખવો જોઈએ નહીં. તેમનું અપમાન કરવું એ આધ્યાત્મિક વિકાસને રોકવા સમાન છે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)