મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ થશે શરૂ
![મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ થશે શરૂ મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ થશે શરૂ](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2024/12/26/623596-gemini-2025.jpg?itok=VgPAhfTn)
Gemini Yearly Horoscope: વર્ષ 2024 સમાપ્ત થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. આ સાથે 2025ની શરૂઆત થશે, ખુશીઓ અને ઘણી અપેક્ષાઓથી ભરપૂર. આજે અમે તમને 2025 માટે મિથુન રાશિનું રાશિફળ જણાવવા જઈ રહ્યા છીએ.
મિથુન રાશિ: વર્ષ ની શરૂઆત માં વૃષભનો ગુરુ તમારી રાશિથી બારમાં વ્યય સ્થાને રહે છે. વ્યાધિ અને પીડાના યોગ કરે જે નોકરી ધંધામાં સમસ્યા ધન ખર્ચના અનેક યોગો બનાવે. વિના મતલબના કાર્યોમાં ખૂબ ખર્ચ થાય.
તારીખ 14-05-2025થી મિથુનનો ગુરુ પ્રથમ ભાવમાં પસાર થશે. કોઈ ઉતાવળીયો નિર્ણય તકલીફ આપશે. શારીરિક સમસ્યા પણ આવી શકે. ભાઈ-ભાંડુ સાથે મનદુઃખના પ્રસંગો બની શકેશે.
વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં તમારી રાશિથી નવમા ભાગ્યભાવે રહેશે, જે ભાગ્યમાં વિઘ્નો, રૂકાવટો તેમજ વિલંબ કરાવે. વિદેશને લગતા કાર્યોમાં રૂકાવટ થાય. તમારી મહેનતનું ફળ વિલંબ બાદ મળે વડીલવર્ગને બિમારીના યોગ બને. તમારી સહન શક્તિની કસોટી થાય.
તા. 29-03-2025થી શનિ મીન રાશિનો તમારી રાશિથી દસમા કર્મ ભાવે આવે છે, જે રોકાયેલા કાર્યો પૂરા કરશે. ધન લાભ મળવાના યોગ શરૂ થશે. જેથી મનને શાંતિ થશે. થોડી વધુ મહેનતના યોગ બનાવે પણ લાભ થાય.
સ્ત્રીઓ માટે: આ વર્ષ શરૂઆતમાં મધ્યમ પસાર થાય, માર્ચ 2025થી રોકાયેલા કાર્યો પૂરા થાય. આર્થિક લાભ મળી શકે.
વિદ્યાર્થીઓ માટે: વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય. આળસના કારણે પરિણામ નબળું આવે મહેનત કરશો તો માર્ચ બાદ સારું પરિણામ મળશે.
(સાભાર- જ્યોતિષી ચેતન પટેલ)