Chaitra Navratri 2023: 22 માર્ચથી ચૈત્રી નવરાત્રી શરૂ થવા જઈ રહી છે. વર્ષમાં આવતી ચાર નવરાત્રીમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. આ નવરાત્રીને માતાજીની આરાધના કરવા માટે વિશેષ માનવામાં આવે છે. ભક્તો અત્યારથી જ નવરાત્રિની તૈયારીઓ પણ શરૂ કરી ચૂક્યા હશે. જો તમે પણ નવરાત્રિની તૈયારીઓ કરી રહ્યા હોય તો તમને જણાવી દઈએ કે આ વર્ષે સુખ સમૃદ્ધિ માટે તમે નવરાત્રિ દરમિયાન ઘરમાં શ્રી યંત્રની સ્થાપના કરી શકો છો. નવરાત્રીના દિવસો દરમિયાન ઘરમાં શ્રી યંત્રની સ્થાપના કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


શનિદોષ દૂર કરવા માટે 6 એપ્રિલનો દિવસ છે ખાસ, અત્યારથી કરી લો તૈયારી આ કામ કરવાની


રવિવારે આ 5 વસ્તુનું દાન કરવાથી વધે છે સમાજમાં માન સન્માન, મળશે રોગથી મુક્તિ


સૂર્યના મીન રાશિમાં પ્રવેશથી આ 3 રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન, થઈ શકે છે ધન હાનિ


શ્રી યંત્રને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે અને તે યંત્રોમાં સૌથી શક્તિશાળી હોય છે. તેની ઘરમાં સ્થાપના કરવાથી અને નિયમિત રીતે પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ રહે છે. યોગ્ય રીતે શ્રી યંત્રનો પ્રયોગ કરવામાં આવે તો દરિદ્રતા દૂર થઈ જાય છે. 


ધનપ્રાપ્તિ માટે શ્રી યંત્રનો પ્રયોગ


ધનપ્રાપ્તિ ની ઈચ્છા હોય તો તમે પિરામિડ વાળું શ્રી યંત્ર પૂજા ઘરમાં સ્થાપિત કરી શકો છો. આ શ્રી યંત્ર સ્ફટિક નું હોવું જોઈએ. તેને સ્થાપિત કરતા પહેલા ગુલાબી કપડું પાથરવું અને તેના ઉપર શુભ મુહૂર્તમાં યંત્ર સ્થાપિત કરવું. ત્યાર પછી તેની વિધિ વિધાન થી પૂજા કરવી અને ઘીનો દીપક પ્રજ્વલિત કરવો. શ્રી યંત્રની સ્થાપના પછી નિયમિત રીતે તેની પૂજા કરવી જોઈએ. જોકે શ્રી યંત્રની સ્થાપના કરતા પહેલા એક વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે શ્રી યંત્ર બરાબર રીતે બનેલું છે કે નહીં તે ચકાસી લેવું. આ સિવાય ઘરમાં શ્રી યંત્ર રાખો પછી રોજ તેની પૂજા કરવી. આ બે બાબતોનું ધ્યાન રાખશો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશાં જળવાયેલી રહેશે.