Astro Tips: હિન્દુ ધર્મમાં ગાયને પૂજનીય માનવામાં આવી છે. માનવામાં આવે છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ હોય છે. આ સાથે જ ઘરમાં બનતી પહેલી રોટલી ગાયને ખવડાવવાનું પણ વિધાન છે. કહેવાય છે કે રોજ ગાયને રોટલી ખવડાવવાથી દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ઘરમાં ધન અને ધાન્ય ક્યારેય ખૂટતું નથી. ગાયને રોટલી ખવડાવવાથી ઘણા દોષ અને સમસ્યાઓથી મુક્તિ મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષશાસ્ત્ર અનુસાર અઠવાડિયાના ત્રણ વિશેષ દિવસે જો તમે ગાયની પૂજા કરી અને રોટલી ખવડાવો છો તો 15 દિવસની અંદર જ જીવનમાં આવેલા સંકટ અને સમસ્યાઓ દૂર થઈ જાય છે. ગાયને રોટલી ખવડાવવાથી વ્યક્તિના પાપ દૂર થઈ જાય છે અને ગ્રહદોષથી પણ મુક્તિ મળે છે 


અઠવાડિયાના આ ત્રણ દિવસ ગાયને ખવડાવો રોટલી


આ પણ વાંચો:


સાસરા માટે લકી હોય છે આ તારીખોમાં જન્મેલી યુવતીઓ, લગ્ન થયાની સાથે જ પતિ બને છે અમીર


સાપ્તાહિક રાશિફળ: મિથુન રાશિ માટે આ સપ્તાહ છે શુભ, જાણો તમારા માટે કેવું હશે સપ્તાહ


ઘરેથી નીકળતા પહેલા બોલવો આ મંત્ર, દરેક કાર્યમાં મળશે સફળતા, સમસ્યાઓ થશે દુર


રવિવાર


જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો વ્યક્તિએ દર રવિવારે ગાયને ઘી લગાડીને રોટલી ખવડાવી જોઈએ. આમ કરવાથી સૂર્ય મજબૂત થાય છે અને વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. સાથે જ કાર્યમાં સફળતા મળવા લાગે છે. 


ગુરૂવાર


જો કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોય અને તેના કારણે સફળતા મળતી ન હોય અને વારંવાર સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો દર ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરી ગાયને ગોળ અને ચણાની દાળ સાથે રોટલી ખવડાવવી. આમ કરવાથી ગુરુ મજબૂત થાય છે અને સુખ-સૌભાગ્ય વધે છે. સાથે જ દાંપત્યજીવનમાં આવેલી બાધાઓ પણ દૂર થાય છે.


શનિવાર


જો કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય અથવા તો શનિની સાડેસાતી કે પનોતીના કારણે કષ્ટ સહન કરવા પડતા હોય તો દર શનિવારે કાળી ગાયને રોટલી ખવડાવો. કાળી ગાયને રોટલી ખવડાવવાથી શનિ સંબંધિત કષ્ટ અને દોષથી રાહત મળે છે. સાથે જ ધનની આવક વધે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)