રૂમઝૂમ કરતા આવી રહ્યા છે લક્ષ્મીમાતા, આ 3 રાશિવાળાનો ગોલ્ડન ટાઈમ શરૂ, ચારેકોરથી બસ ફાયદો જ ફાયદો
Shukra Gochar: વૈદિક જ્યોતિષમાં ગ્રહનું પરિવર્તન હંમેશા થતું રહેતું હોય છે. દરેક ગ્રહ પોતાના સ્વભાવના કારણે તેનો પ્રભાવ પણ અલગ હોય છે. શુક્રની વાત કરીએ તો તે સુખ-શાંતિ, ધન દૌલત, સૌંદર્ય, અને આકર્ષણનો ગ્રહ છે. શુક્ર ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવામાં લગભગ એક માસનો સમય લે છે. શુક્રએ પહેલી ઓક્ટોબરે મધરાતે રાતે 12.59 વાગે કર્ક રાશિનું ગોચર પૂરું કરીને સિંહ રાશિમાં પ્રવેશ કર્યો.
વૈદિક જ્યોતિષમાં ગ્રહનું પરિવર્તન હંમેશા થતું રહેતું હોય છે. દરેક ગ્રહ પોતાના સ્વભાવના કારણે તેનો પ્રભાવ પણ અલગ હોય છે. શુક્રની વાત કરીએ તો તે સુખ-શાંતિ, ધન દૌલત, સૌંદર્ય, અને આકર્ષણનો ગ્રહ છે. શુક્ર ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવામાં લગભગ એક માસનો સમય લે છે. શુક્રએ પહેલી ઓક્ટોબરે મધરાતે રાતે 12.59 વાગે કર્ક રાશિનું ગોચર પૂરું કરીને સિંહ રાશિમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ ફરી 3 નવેમ્બરના રોજ સિંહ રાશિમાં કન્યા રાશિમાં પ્રવેશ કરી જશે. શુક્ર ગ્રહના સિંહમાં ગોચર કરવાથી 3 રાશિવાળાને વિશેષ લાભ થશે. જાણો કઈ છે તે ભાગ્યશાળી રાશીઓ...
વૃષભ રાશિ
શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન વૃષભ રાશિવાળા માટે વરદાન જેવું સાબિત થશે. આવનારો એક મહિનો ખુબ જ લાભદાયી રહેશે. અચાનક ધનલાભના પ્રબળ યોગ છે. ભાગ્યનો સારો સાથ મળવાથી દરેક કામમાં સારી અને મોટી સફળતા હાથ લાગશે. જમીન સંપત્તિ સંલગ્ન વિવાદનો ઉકેલ આવશે. મકાન અથવા વાહન પ્રાપ્તિનો પણ યોગ છે. મિત્રો તથા સંબંધીઓથી પણ સુખદ સમાચાર મળશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે પણ શુક્રનું ગોચર ખુબ જ ફળદાયી સાબિત થશે. આ રાશિના જાતકોને પણ તમામ સુખ સુવિધાઓ મળશે. આવકમાં વધારો થશે તથા ધન લાભની સારી તકો મળશે. એક મહિનો ખુબ સારી રીતે પસાર થશે. રાશિમાંથી તૃતિય સુખ ભાવમાં ગોચર કરતા શુક્રનો પ્રભાવ સ્વભાવમાં તો સૌમ્યતા લાવશે જ સાથે સાથે તમારા દ્વારા કરાયેલા નિર્ણયો અને કાર્યોની પણ પ્રશંસા થશે. ધર્મ અને આધ્યાત્મમાં રૂચિ રહેશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે શુક્ર ગ્રહનું ગોચર ખુબ જ સારું સાબિત થશે. કાર્યક્ષેત્રમાં તમને દરેક પ્રકારની સફળતાઓ મળશે. નોકરીયાત જાતકો માટે નવી નોકરીના સારા અને મોટા પ્રસ્તાવ મળશે. જેનાથી તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી થશે. વિદેશી મિત્રો તથા સંબંધીઓથી પણ સુખદ સમાચાર મળે તેવા યોગ જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થી વર્ગ વિદેશમાં અભ્યાસ કરવાના પ્રયત્ન કરી રહ્યા હોય તો તે દ્રષ્ટિથી પણ ગ્રહ ગોચર ખુબ અનુકૂળ રહેશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube