Gold Ring: તમે ઘણા લોકો એવા જોયા હશે જે હાથની દસ દસ આંગળીઓમાં સોનાની વીંટીઓ પહેરીને ફરે છે. સોશિયલ મીડિયાનું ચલણ જેમ વધતું જાય છે તેમ લોકોનો આ ક્રેઝ પણ વધતો જાય છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોનું ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી ધાતુ છે તેને શોખ માટે સમજ્યા વિના પહેરવાથી હાની થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હાથમાં સોના અને અન્ય ધાતુની વીંટી પહેરવાના પણ કેટલાક નિયમો હોય છે. જો આ નિયમો મને ધ્યાનમાં રાખીને વીટી ધારણ કરવામાં આવે તો લાભ થાય છે અન્યથા પહેરેલી વીંટી જીવનમાં સમસ્યાઓ સર્જી શકે છે. આજે તમને જણાવીએ હાથની કઈ આંગળીમાં કઈ વીંટી પહેરવાથી લાભ થાય છે અને કઈ વીંટી પહેરવાનું ટાળવું જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તર્જની આંગળી


શાસ્ત્ર અનુસાર તજની આંગળીમાં સોનાની વીંટી ધારણ કરવી શુભ ગણાય છે. સોનુ સમૃદ્ધિ અને વિકાસ ને પ્રોત્સાહન આપે છે. તર્જની આંગળીમાં સોનાની વીંટી પહેરવાથી સુખ સમૃદ્ધિ વધે છે. 


આ પણ વાંચો:


શ્રાવણ મહિનાના કોઈપણ એક દિવસ કરી લો ધતુરાનો આ મહાઉપાય, ભોળાનાથ ભરી દેશે ખાલી ઝોળી


શક્તિશાળી છે આ શિવ મંત્ર, શ્રાવણ મહિનામાં નિયમિત જાપ કરવાથી મનની ઈચ્છા થાય છે પુરી


7 જુલાઈથી આ 3 રાશિઓ માટે શુક્ર બનશે દુ:ખનું કારણ, ઘર-પરિવારમાં મચી જશે હાહાકાર


મધ્યમાં આંગળી


શાસ્ત્રો અનુસાર મધ્યમાં આંગળીમાં લોઢાની વીંટી ધારણ કરવી જોઈએ. આ આંગળીમાં ભૂલથી પણ સોનાની વીંટી ધારણ ન કરવી તેનાથી નકારાત્મકતા વધે છે અને નુકસાન થાય છે.


અનામિકા આંગળી


અનામિકા આંગળીમાં તાંબાની વીંટી પહેરવાની સલાહ આપવામાં આવે છે. લિંગ ફિંગર નો સંબંધ સૂર્ય સાથે હોય છે અને સૂર્યની ધાતુ તાંબુ છે તેથી આ આંગળીમાં તાંબુ પહેરવાથી લાભ થાય છે.


કનિષ્ઠા


શસ્ત્રો અનુસાર કનિષ્ઠા આંગળીમાં ચાંદીની વીટી ધારણ કરવાથી ફાયદો થાય છે. હાથની સૌથી નાની આંગળીમાં ચાંદી ધારણ કરવાથી સ્ટ્રેસ દૂર થાય છે અને વૈવાહિક જીવન પણ સુખમય રહે છે.


અંગૂઠામાં કઈ વીંટી પહેરવી


શાસ્ત્રો અનુસાર અંગૂઠામાં ચાંદી અથવા તો પ્લેટિનમ ધારણ કરી શકાય છે અંગૂઠામાં ક્યારેય સોનું ધારણ કરવું નહીં.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)