Grah Gochar 2022: સૂર્ય રાશિ પરિવર્તનથી બનશે ત્રિગ્રહી યોગ, 16 ડિસેમ્બરથી ચમકશે 4 રાશિના જાતકોનું ભાગ્ય
Sun Transit 2023 ડિસેમ્બર મહિનામાં ઘણા ગ્રહનું રાશિ પરિવર્તન થવાનું છે. આ મહિને ધન રાશિમાં ત્રણ ગ્રહની યુતિ બનશે. જાણો આ યુતિ કઈ રાશિના જાતકો માટે લાભકારી છે.
નવી દિલ્હીઃ Surya Rashi Parivartan 2022: સૂર્ય દેવ 16 ડિસેમ્બરે ધન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં બુધ તથા શુક્રની યુતિ પહેલાથી બની રહી છે. સૂર્યના ધન રાશિમાં ગોચર કરવાથી આ રાશિમાં ત્રિગ્રહી યોગ બનશે. જ્યોતિષીય ગણના અનુસાર, ધન રાશિમાં બનનાર ત્રિગ્રહી યોગ ઘણી રાશિના જાતકો માટે સકારાત્મક પરિણામ આવશે. જાણો 16 ડિસેમ્બરથી કઈ 4 રાશિના જાતકોને લાભ થશે.
વૃષભ રાશિઃ વૃષભ રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ શુભ ફળયાદી સાબિત થશે. આ રાશિ પરિવર્તનથી દરેક ક્ષેત્રમાં સારા પરિણામ મળશે. તમારી વાણીથી બધા પ્રભાવિત થશે. આર્થિક મોર્ચા પર તમને લાભ થશે. ધનની બચત કરવામાં સફળ રહેશો.
તુલા રાશિઃ તુલા રાશિના જાતકો માટે ધન રાશિમાં બનનાર ત્રિગ્રહી યોગ લાભકારી રહેવાનો છે. આ સમયમાં તમને કરિયર તથા વ્યાપારમાં લાભ મળશે. નોકરી કરનાર જાતકોને નવી તક મળી શકે છે. અટવાયેલા કામ પૂરા થશે. ધન લાભની સંભાવના છે.
ધન રાશિઃ ધન રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ શુભ રહેવાનો છે. આ દરમિયાન તમને માન-સન્માન મળશે. તમારી નિર્ણય ક્ષમતાથી બીજા પ્રભાવિત થશે. કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારીઓનો સહયોગ અને પ્રશંસા મળશે. પ્રમોશનની સંભાવના છે.
આ પણ વાંચોઃ હાથમાં M નું નિશાન હોય તો નસીબ પલટાશે તમારું, તિજોરીમાં નહિ સમાય એટલા રૂપિયા મળશે
મીન રાશિઃ મીન રાશિના જાતકોને આ સમયગાળામાં શુભ સમાચાર મળી શકે છે. કરિયરના મામલામાં આ સમય શુભ છે. પરંતુ પૈસાના મામલામાં તમારે સાવચેતી રાખવાની જરૂર છે. ઉધાર લેવા કે દેવાથી બચો.
(આ લેખમાં આપવામાં આવેલી માહિતી પર અમે દાવો કરતા નથી કે તે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube