નવી દિલ્હીઃ February Graha Gochar 2023, Grah Gochar in February 2023: વર્ષ 2023નો બીજો મહિને ફેબ્રુઆરી શરૂ થઈ ગયો છે. જ્યોતિષીય દ્રષ્ટિથી આ મહિનો ખુબ ખાસ રહેશે કારણ કે આ મહિનામાં ત્રણ મોટા ગ્રહ સૂર્ય, બુધ અને શુક્ર રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રહોના રાશિ પરિવર્તન અને તેની ચાલમાં ફેરફારનું વિશેષ મહત્વ હોય છે. આ ગ્રહોની સ્થિતિમાં ફેરફારથી જ્યાં કેટલીક રાશિને લાભ મળશે તો કેટલીક રાશિને નુકસાન થશે. આવો જાણીએ ફેબ્રુઆરી મહિનામાં ક્યા-ક્યા ગ્રહ રાશિ પરિવર્તન કરવાના છે. 


ફેબ્રુઆરી 2023ના ગ્રહ ગોચર (Planets Transit in February 2023)


બુધ ગોચર 2023 (Mercury Planets Transit in February 2023)
ફેબ્રુઆરી મહિનામાં પ્રથમ રાશિ પરિવર્તન ગ્રહોના રાજકુમાર બુધ કરશે. જ્યોતિષ ગણના અનુસાર બુધ ગ્રહ 7 ફેબ્રુઆરી 2023ના દિવસે મંગળવારે સવારે 7 કલાક 38 મિનિટ પર શનિના સ્વામિત્વ વાળી રાશિ મકર રાશિમાં પ્રવેશ કરશે. અહીં પર પહેલાથી ગ્રહોના રાજા સૂર્ય યુવરાજ બુધનું સ્વાગત કરવા માટે બિરાજમાન રહેશે. 


આ પણ વાંચોઃ Vastu Tips : બંધ પડેલા નસીબના તાળા ખોલવા હોય તો તકિયા નીચે રાખો આ વસ્તુ


બુધ 27 ફેબ્રુઆરી સુધી મકર રાશિમાં બિરાજમાન રહેશે. બુધ મકર રાશિમાં પ્રવેશ કરી બુધાદિત્ય યોગનું નિર્માણ કરશે. આ યોગને શુભ માનવામાં આવે છે. બુધાદિત્ય યોગના પ્રભાવ અને બુધના મકર રાશિમાં પ્રવેશથી મેષ, વૃષભ, કર્ક, કન્યા, તુલા અને કુંભ રાશિના જાતકો માલામાલ થશે. તેને બિઝનેસ, નોકરીમાં લાભ મળશે. સાથે આવકના નવા સ્ત્રોત ખુલશે. 


સૂર્ય રાશિ પરિવર્તન 2023 (Sun Planets Transit in February 2023)
જ્યોતિષ ગણના અનુસાર ગ્રહોના રાજા સૂર્ય 13 ફેબ્રુઆરી 2023, સોમવારે સવારે 9 કલાક 57 મિનિટ પર શનિના મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં પ્રવેશ કરશે. જ્યાં પર સૂર્ય પુત્ર શનિ દેવ પહેલાથી બિરાજમાન છે. 


તેવામાં કુંભ રાશિમાં બંને ગ્રહની સ્થિતિ ઘણી રાશિઓ માટે કષ્ટકારી સાબિત થઈ શકે છે. કારણ કે જ્યોતિષ અનુસાર સૂર્ય અને તેના પુત્ર શનિ વચ્ચે શત્રુતાનો ભાવ હોય છે. તેવામાં સૂર્યના રાશિ પરિવર્તનથી ઘણી રાશિઓએ સંભાળીને રહેવું પડશે, બાકી તેને નુકસાન થઈ શકે છે. 


આ પણ વાંચોઃ ફેબ્રુઆરીમાં ચમકી જશે આ રાશિના જાતકોનું ભાગ્ય, મળશે ખુશીના સમાચાર


શુક્ર ગોચર 2023 (Venus Planets Transit in February 2023)
વૈભવ, ધન અને ભૌતિક સુખોનો કારક ગ્રહ શુક્ર 15 ફેબ્રુઆરી 2023ના દિવસે બુધવારે રાત્રે 8 કલાક 12 મિનિટ પર કુંભ રાશિથી નિકળી લગ્ન રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં પહેલાથી ગુરૂ બિરાજમાન છે. તેવામાં મીન રાશિમાં શુક્ર અને ગુરૂની યુતિ બનશે જે મેષ, વૃષભ, કર્ક, મિથુન, સિંહ, વૃશ્ચિક, મકર ધન, કુંભ અને મીન રાશિ માટે ખુબ લાભદાયક રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube