નવી દિલ્હીઃ Horoscope, Zodiac Sign: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ ગ્રહનું રાશિ પરિવર્તન દરેક 12 રાશિઓના જીવન પર પ્રભાવ પાડે છે. જ્યારે કોઈપણ ગ્રહ ગોચર કરે છે, તો બીજા ગ્રહોની સાથે તેની યુતિ ઘણા રાશિના જાતકો પર અસર કરે છે. 17 જાન્યુઆરીએ શનિ પોતાની સ્વરાશિ કુંભમાં પ્રવેશ કરી ચુક્યા છે અને હજુ આ રાશિમાં બિરાજમાન છે. તો છાયા ગ્રહ રાહુ મેષ રાશિમાં અને કેતુ તુલા રાશિમાં બિરાજમાન છે. 22 એપ્રિલે ગુરૂ પણ મેષ રાશિમાં પ્રવેશ કરવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવી સ્થિતિમાં ગજલક્ષ્મી યોગ બની રહ્યો છે. આ સાથે સૂર્ય અને ગુરુના સંયોગથી નવમ-પંચમ યોગ બની રહ્યો છે અને બુધ અને સૂર્યના સંયોગથી બુધાદિત્ય યોગ બની રહ્યો છે. ઘણા બધા ગ્રહોની એકસાથે ચાલવાથી ઘણી રાશિઓના વતનીઓના જીવન પર ઊંડી અસર પડશે. ગ્રહોની આ ચાલ ઘણી રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લાવવાની છે.


આ પણ વાંચોઃ માર્ચ મહિનામાં આ જાતકોની બલ્લે-બલ્લે, 31 દિવસ સુધી ગ્રહોનો શુભ યોગ


મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિમાં ગુરુનું ગોચર આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવવાનું છે. આ દરમિયાન રાહુ, સૂર્ય, ગુરુ અને બુધનો યુતિ રાશિચક્રના પહેલા ઘરમાં થવા જઈ રહ્યો છે. આ દુર્લભ સંયોગ આ રાશિના જાતકોને સમૃદ્ધ બનાવશે. તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને માન-સન્માનમાં વધારો થશે. આ સાથે, કાર્યસ્થળ પર તમારા કામને જોઈને, પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટ થઈ શકે છે.


મિથુન રાશિ
નોંધનીય છે કે મિથુન રાશિમાં રાહુલ, સૂર્ય, બુધ અને ગુરૂની યુતિ અનુકૂળ સ્થિતિ પેદા કરશે. નોંધનીય છે કે આ યુતિ આ રાશિના જાતકોના 11માં ભાવમાં બનવા જઈ રહી છે. એટલું જ નહીં આ દરમિયાન ઘણા જાતકોને વિશેષ લાભ પ્રાપ્ત થશે. આ સાથે જાતકોને બિઝનેસમાં સફળતા મળશે. વધુ ધનલાભ થશે. આ સમયમાં રોકાણ કરવું સારૂ સાબિત થશે. કોઈ જગ્યાએ યાત્રા કરી શકો છો. લાંબા સમયથી અટવાયેલા કામ આ સમયમાં પૂરા થઈ શકે છે. 


મકર રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર રાશિના ચોથા ભાવમાં આ યોગ બનવા જઈ રહ્યો છે. તેવામાં આ રાશિના જાતકોને આર્થિક અને માનસિક રૂપથી મજબૂતી મળશે. કોઈ વાહન અને જમીન વગેરે ખરીદવાની પણ સંભાવના છે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. 


આ પણ વાંચોઃ હોળીના 3 દિવસ બાદ જોરદાર ઉજવણી કરશે આ રાશિના લોકો, રાતોરાત બની જશે કરોડપતિ


સિંહ રાશિ
નોંધનીય છે કે આ ગ્રહોની યુતિ સિંહ રાશિના નવમાં ભાવમાં થવાની છે. તેવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે-સાથે પ્રગતિ પણ મળશે. આ સમયમાં અટવાયેલા પૈસા પાછા મળશે. દેવામાંથી છુટકારો મળી શકે છે. લગ્ન જીવનમાં ખુશીઓ આવશે. 


મીન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીન રાશિના બીજા ભાવમાં આ ગ્રહોની યુતિ બનવા જઈ રહી છે. તેવામાં આ રાશિના જાતકોને આર્થિક લાભ થશે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. કરિયરમાં નવી ઉડાન ભરી શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને આ દરમિયાન સફળતા મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube