Grah Gochar 2023: માર્ચમાં 4 ગ્રહોનું ગોચર, આ રાશિવાળાઓના ઘરમાં થશે ધનના ઢગલા, અકલ્પનીય લાભ!
Grah Gochar 2023: ગ્રહોની ચાલ પ્રમાણી માર્ચ મહિનો એકદમ મહત્વનો છે. આ મહિને મંગળ, બુધ, શુક્ર અને સૂર્ય રાશિ પરિવર્તન કરશે. જ્યારે ગુરુ અસ્ત અને શનિ ઉદય થવાના છે. ગ્રહોની આ ચાલ 4 રાશિને ખુબ જ શુભ પરિણામ આપશે. હવે જાણો કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ હશે.
Grah Gochar 2023: ગ્રહોની ચાલ પ્રમાણી માર્ચ મહિનો એકદમ મહત્વનો છે. આ મહિને મંગળ, બુધ, શુક્ર અને સૂર્ય રાશિ પરિવર્તન કરશે. જ્યારે ગુરુ અસ્ત અને શનિ ઉદય થવાના છે. ગ્રહોની આ ચાલ 4 રાશિને ખુબ જ શુભ પરિણામ આપશે. હવે જાણો કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ હશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિવાળાઓ માટે માર્ચ મહિનો ખુબ જ શાનદાર રહેશે. ખાસ કરીને 15 માર્ચ બાદનો સમય તો ખુબ જ ફળદાયી સાબિત થશે. તમને કરિયરમાં ઝળહળતી સફળતા મળશે. આ સાથે જ આર્થિક લાભ અને સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. લગ્નજીવન સારું રહેશે. પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકશો.
મિથુન રાશિ
મહિનાના બીજા ભાગમાં મિથુન રાશિવાળા વેપારીઓને આર્થિક લાભના યોગ છે. પરિવાર સાથે સંબંધ સારા થશે. પરિવારની પરેશાનીઓને દસમા ભાવમાં બેઠેલા ગુરુ ગ્રહ ઓછી કરશે અને શુભ પરિણામ આપશે. જો કોઈને ઋણ આપ્યું હોય તો તે પાછું મળી શકે છે. આવકના સ્ત્રોત વધશે.
હોળી પછી બનશે ગજલક્ષ્મી રાજયોગ, આ રાશિ પરથી ખતમ થઇ જશે શનિની સાડાસાતી
ત્રિગ્રહી યોગ આ 3 રાશિવાળાને અપાવશે 'છપ્પરફાડ' ધન, ચારેકોરથી સંપત્તિ વધશે
ર્ચમાં બદલાશે ગ્રહોની ચાલ, આ રાશીના જાતકો રાતોરાત બની જશે કરોડપતિ
કન્યા રાશિ
કન્યા રાશિવાળાઓને મુસાફરીથી ફાયદો થશે. આ સાથે જ નોકરીમાં પણ સારી તકો મળી શકે છે. કરિયરમાં આ મહિને સફળતા મળી શકે છે. આ રાશિના જાતકો શિક્ષણ અને નોકરી બંનેમાં સારું પ્રદર્શન કરશે. પ્રમોશન અને ઈન્ક્રિમેન્ટ પણ મળવાની શક્યતા બની રહી છે.
ધનુ રાશિ
ધનુ રાશિવાળા પોતાના પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકશે. વિદેશમાં નોકરી કરવાની તક મળી શકે છે. કારોબારમાં પણ આ મહિને પ્રગતિ થશે. ઘરેલુ જિંદગીથી લઈને લવ લાઈફ, બિઝનેસ અને એજ્યુકેશનમાં પણ તમે નવી ઊંચાઈઓને સ્પર્શશો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)