16 ઓગસ્ટે ગ્રહોના રાજા બનાવશે 2 દુર્લભ રાજયોગ, આ 5 રાશિવાળાએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય એટલો ધનલાભ થશે!
વૈદિક પંચાંગ મુજબ ધનના દાતા શુક્ર 16 ઓગસ્ટના રોજ સાંજે 7.53 વાગે કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં ગોચર કરશે અને 16 સપ્ટેમ્બર 2024 સુધી આ જ રાશિમાં રહેશે. સિંહ રાશિમાં બુધ અને શુક્ર પહેલેથી જ છે. સૂર્ય સાથે આ ગ્રહોના સંયોગથી 2 દુર્લભ રાજયોગ બનવાના છે. સૂર્ય-બુધની યુતિ બુધાદિત્ય રાજયોગનું નિર્માણ કરશે. જ્યારે સૂર્ય-શુક્ર મળીને શુક્રાદિત્ય રાજયોગ બનાવશે.
વૈદિક જ્યોતિષ મુજબ તમામ ગ્રહો એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરતા હોય છે. જેનો ઊંડો પ્રભાવ મેષથી લઈને મીન સુધીની તમામ 12 રાશિઓ પર પડે છે. વૈદિક પંચાંગ મુજબ ધનના દાતા શુક્ર 16 ઓગસ્ટના રોજ સાંજે 7.53 વાગે કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં ગોચર કરશે અને 16 સપ્ટેમ્બર 2024 સુધી આ જ રાશિમાં રહેશે. સિંહ રાશિમાં બુધ અને શુક્ર પહેલેથી જ છે. સૂર્ય સાથે આ ગ્રહોના સંયોગથી 2 દુર્લભ રાજયોગ બનવાના છે. સૂર્ય-બુધની યુતિ બુધાદિત્ય રાજયોગનું નિર્માણ કરશે. જ્યારે સૂર્ય-શુક્ર મળીને શુક્રાદિત્ય રાજયોગ બનાવશે. જ્યોતિષમાં આ બને રાજયોગનું બનવું ખુબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તેનાથી માન-સન્માનમાં વધારો થાય છે. ધનની આવક વધે છે અને દરેક ક્ષેત્રમાં મોટી સફળતા મળે છે. સૂર્યનું ગોચર કઈ રાશિઓનું ભાગ્ય ચમકાવશે તે ખાસ જાણો.
મેષ રાશિ
ઓગસ્ટ મહિનામાં સૂર્ય ગોચર મેષ રાશિવાળા માટે કલ્યાણકારી સાબિત થશે. આ દરમિયાન તમને અચાનક આર્થિક લાભ થશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. ઘરમાં સુખ શાંતિ જળવાશે. પ્રગતિના રસ્તામાં પડેલા રોડા દૂર થશે. કરિયરમાં મોટી સફળતા મળશે. આર્થિક પક્ષ મજબૂત થશે. બિઝનેસમાં જબરદસ્ત લાભ થશે.
વૃષભ રાશિ
સૂર્ય ગોચર વૃષભ રાશિવાળાના જીવનમાં સફળ થવાની સંભાવનાઓ વધારશે. આ દરમિયાન તમારા બધા કાર્યો કોઈ પણ બાધા વગર સફળ થશે. પૈતૃક સંપત્તિથી ધનલાભ થશે. કરિયરમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે. નોકરીયાતોનું પ્રમોશન થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે. જમીન સંપત્તિમાં વધારો થશે. આવકમાં વધારો થશે.
સિંહ રાશિ
સૂર્ય ગોચરથી બનતા 2 રાજયોગ સિંહ રાશિવાળાનું સૂઈ ગયેલું ભાગ્ય ચમકાવી શકે છે. આ સમયગાળામાં તમારા અટકેલા કામો પૂરા થશે. આર્થિક સમસ્યાઓથી છૂટકારો મળશે. ધનની કોઈ કમી નહીં રહે. જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. દરેક ક્ષેત્રમાં સફળતાની સીડીઓ ચડશો. આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે. તમામ કાર્યોમાં ઈચ્છિત પરિણામ મળશે.
તુલા રાશિ
સૂર્ય બુધ અને શુક્ર નજીક આવવાથી તુલા રાશિવાળાના જીવનમાં અનેક મહત્વપૂર્ણ ફેરફાર આવશે. શત્રુઓ પરાસ્ત થશે. કોર્ટ કચેરીના મામલાઓમાં જીત મળશે. જૂના રોકાણોથી સારું રિટર્ન મળશે. બિઝનેસમાં પ્રોફીટ થશે. અપરિણીતોના વિવાહના યોગ છે. આવકના નવા સ્ત્રોત બનશે. નવા કાર્યોની શરૂઆત માટે ખુબ જ સારો સમય રહેશે.
મીન રાશિ
શુક્રાદિત્ય અને બુધાદિત્ય રાજયોગના નિર્માણથી મીન રાશિવાળાના જીવનમાં ખુશીઓ આવશે. જીવનમાં જે ઈચ્છશો તે મળશે. વિદેશ મુસાફરીના યોગ છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં મોટી સફળતા મળશે. આવકમાં વધારો થશે. સુખ સુવિધાઓમં જીવન પસાર થશે. મન પ્રસન્ન રહેશે. દરેક કાર્યમાં પોઝિટિવ રિઝલ્ટ મળશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)