ફેબ્રુઆરી મહિનામાં બુધ, મંગળ, શુક્ર, સૂર્ય રાશિ પરિવર્તન કરશે. મહિનાની શરૂઆતમાં 1 ફેબ્રુઆરીના રોજ બુધ મકર રાશિમાં ગોચર કરશે. જ્યારે 5 ફેબ્રુઆરીના રોજ મંગળ મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 8 ફેબ્રુઆરીએ બુધ મકર રાશિમાં અસ્ત થશે. 11 ફેબ્રુઆરીએ શનિદેવ કુંભમાં અસ્ત થવા જઈ રહ્યા છે. ત્યારબાદ 12 ફેબ્રુઆરીએ શુક્રના મકર રાશિમાં ગોચરથી ત્રિગ્રહી યોગ  બનશે. ત્યારપછી 12 ફેબ્રુઆરીએ સૂર્ય કુંભ રાશિમાં ગોચર કરશે અને 20 ફેબ્રુઆરીએ બુધ કુંભ રાશિમાં ગોચર કરીને બુધાદિત્ય રાજયોગનું નિર્માણ કરશે. ગ્રહોની આ સ્થિતિ વચ્ચે ફેબ્રુઆરી મહિનો 6 રાશિઓ માટે ખુબ ભાગ્યશાળી રહેશે. આ રાશિવાળાને ધન સંપત્તિના લાભની સાથે સાથે પરિવારનો પણ પૂરેપૂરો સહયોગ મળશે. જાણો કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
ફેબ્રુઆરી મહિનામાં મેષ રાશિના જાતકો માટે ગ્રહોની આ સ્થિતિ વચ્ચે નોકરી અને કારોબારમાં ફાયદો થશે. તમારી રાશિના દસમા  ભાવમાં બુધાદિત્ય અને આદિત્યમંગળ યોગ પ્રભાવકારી રહેશે. જેનો ફાયદો  રાજકારણ સાથે જોડાયેલા લોકોને મળશે. તમારો રાજકીય પ્રભાવ વધશે.  આ સાથે જ સમાજમાં પ્રભાવ વધશે. લોકો વચ્ચે તમારી લોકપ્રિયતા વધશે. 


વૃષભ રાશિ
ફેબ્રુઆરી મહિનો વૃષભ રાશિવાળા માટે ખુબ ફળદાયી રહેશે. વિદેશમાં શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણમાં સફળતાના ચાન્સ રહેશે. તમારો આર્થિક પક્ષ પહેલા કરતા મજબૂત થશે. ધર્મ કર્મ અને તીર્થયાત્રાના સંયોગ બનશે. તમે કોઈ ધાર્મિક મુસાફરી કરી શકો છો. આ સાથે જ ઘરમાં કોઈ શુભ કાર્ય પણ થઈ શકે છે. તમને આ મહિનામાં તમારા પિતા કે તેમના સંબંધી દ્વારા લાભ થઈ શકે છે. આ મહિનો તમારી આર્થિક ઉન્નતિ માટે ઉત્તમ ફળદાયી રહેશે. 


કર્ક રાશિ
ફેબ્રુઆરી મહિનામાં ગ્રહોની સ્થિતિ વચ્ચે કર્ક રાશિના જાતકોના માન સન્માનમાં વધારો થશે. સરકારી ક્ષેત્રે લાભ અને સફળતા મળશે. આ મહિનામાં કરાયેલા રોકાણ તમને સફળતા અપાવશે. આથી આ દરમિયાન જો તમે નોકરી બદલવા માટે પ્રયત્ન કરતા હશો તો સફળ થશો. નોકરીમાં તમને પૂરેપૂરું માન સન્માન મળશે. 


કન્યા રાશિ
ફેબ્રુઆરી મહિનામાં કન્યા રાશિના જાતકોને પોતાના સંતાનો તરફથી ખુશી મળી શકે છે. આ સાથે જ ઘર પરિવારમાં વિવાહ અને ઉત્સાહનો સંયોગ બનશે. શિક્ષણ સ્પર્ધામાં સફળતા મળશે. પ્રેમ સંબંધમાં જોશ અને ઉત્સાહ રહેશે. સંબંધને આગળ વધારવાનો પ્લાન બનાવી શકો છો. નોકરી કારોબારમાં તેજી અને લાભ થશે. 


તુલા રાશિ
તુલા રાશિવાળા માટે આ મહિનો ફળદાયી રહેશે. તમારી રાશિના સ્વામી શુક્ર  ચોથા ભાવમાં રહેશે અને મકર રાશિમાં ભ્રમણ કરશે. શુક્રના પ્રભાવથી તમારા સુખના સાધનોમાં વધારો થશે. આ સાથે જ તમારો આર્થિક પક્ષ પણ ખુબ મજબૂત થશે. આ મહિને તમારી બચત વધશે. નોકરીયાત લોકો માટે પણ મહિનો સારો રહેશે અને પૂરેપૂરો લાભ મળશે. 


મકર રાશિ
મકર રાશિના લોકો માટે સૂર્ય બુધ અને મંગળનું ગોચર કરિયરમાં પ્રગતિ અને લાભના સંયોગ બનાવશે. આ મહિને તમને પ્રમોશન મળી શકે છે. આ મહિને તમને તમારા પિતા અને પૈતૃક પક્ષથી લાભ થશે. પ્રોપર્ટી સંલગ્ન મામલાની પતાવટ થશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube