August Grah Gochar 2023: ઓગસ્ટમાં અનેક ગ્રહોનું ગોચર, ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, અચાનક મળશે લાભ
August Grah Gochar 2023: ઓગસ્ટમાં સૂર્ય, મંગળ અને શુક્ર જેવા ગ્રહોનું ગોચર થશે. તેવામાં ગ્રહ-ગોચરની દ્રષ્ટિએ ઓગસ્ટનો મહિનો ખાસ રહેવાનો છે. જાણો ગ્રહોના ગોચરથી રાશિઓ પર શું પ્રભાવ પડશે.
નવી દિલ્હીઃ August Grah Gochar 2023: ઓગસ્ટ મહિનામાં ત્રણ મોટા ગ્રહોનું ગોચર થવાનું છે. જ્યોતિષ અનુસાર કોઈપણ ગ્રહના ગોચરની શુભ અને અશુભ અસર વ્યક્તિના જીવન પર પડે છે. જ્યારે-જ્યારે ગ્રહોની ચાલમાં ફેરફાર આવે છે તો તેનાથી દરેક રાશિઓ પ્રભાવિત થાય છે.
જ્યોતિષમાં સૂર્યને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવ્યો છે, જે નવગ્રહના રાજા કહેવાય છે. ત્યારબાદ ચંદ્ર ઉપગ્રહ છે. મહત્વપૂર્ણ ગ્રહમાં મંગળ, બુધ, ગુરૂ, શુક્ર અને શનિની મહત્વની ભૂમિકા હોય છે અને રાહુ-કેતુને પાપી ગ્રહ કે છાયા ગ્રહ કહેવામાં આવે છે. આ બધા ગ્રહ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન, ગોચર, વક્રી, નક્ષત્ર પરિવર્તન, ઉદય અને અસ્ત થાય છે.
વાત ઓગસ્ટ મહિનાની કરીએ તો ઓગસ્ટમાં સૂર્ય, મંગળ અને શુક્ર ગ્રહ રાશિ બદલશે અને બુધ ઉલ્ટી ચાલ ચાલશે, જેનો પ્રભાવ દરેક 12 રાશિઓ પર પડશે. જાણો ઓગસ્ટમાં ક્યારે થશે ગ્રહોનું ગોચર અને કઈ રાશિઓ પર તેનો શુભ પ્રભાવ પડશે.
સૂર્ય ગોચર 2023 ઓગસ્ટ (Sury Gochar 2023 August)
નવ ગ્રહોનો રાજા સૂર્ય દર મહિને તેની રાશિ બદલી નાખે છે. 17 ઓગસ્ટ, 2023 ના રોજ, બપોરે 01:23 વાગ્યે, સૂર્ય તેની પોતાની રાશિ, સિંહ રાશિમાં ગોચરકરશે. આ સાથે સૂર્ય અનેક રાશિઓને લાભ આપશે. મેષ, સિંહ સહિત અનેક રાશિઓ માટે સૂર્યનું ગોચર શુભ રહેશે.
આ પણ વાંચોઃ ગુરુવારે સાંજ સુધી રહેજો સાવધાન, તુલા રાશિનો ગ્રહણ યોગ સર્જી શકે છે જીવનમાં ઝંઝાવાત
મંગળ ગોચર 2023 ઓગસ્ટत (Mangal Gohar 2023 August)
જ્યોતિષમાં મંગળને સાહસ અને ઉર્જાનો કારક માનવામાં આવ્યો છે. ઓગસ્ટમાં મંગળ 18 તારીખે બપોરે 3.14 કલાકે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. મંગળના ગોચરથી મેષ, કન્યા, મિથુન, કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોને લાભ થશે.
શુક્ર ગોચર 2023 ઓગસ્ટ (Shukra Gochar 2023 August)
શુક્રને ધન-વૈભવ, વિલાસિતા, સમૃદ્ધિ અને ભૌતિક સુખોનો કારક માનવામાં આવે છે. વર્તમાનમાં શુક્ર સિંહ રાશિમાં ઉલ્ટી ચાલ ચાલી રહ્યો છે. 3 ઓગસ્ટે શુક્ર સાંજે 7.37 કલાકે સિંહ રાશિમાં અસ્ત થશે અને ત્યારબાદ 19 ઓગસ્ટે સવારે 5.21 કલાકે કન્યા રાશિમાં ઉદય થશે. તેનાથી કન્યા સહિત તુલા અને વૃષભ રાશિને શુફ અળ આપશે.
બુધ વક્રી 2023 (Budh Vakri 2023)
બુદ્ધિના કારક બુધ 24 ઓગસ્ટ 2023ના રાત્રે 12.52 કલાકે સિંહ રાશિમાં વક્રી થશે. બુધની ઉલ્ટી ચાલ ચાલવાથી દરેક રાશિ પર તેની શુભ-અશુભ અસર પડશે.
Disclaimer: સામાન્ય માહિતીના આધારે આ જાણકારી આપવામાં આવી છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube