વૈદિક જ્યોતિષ મુજબ એક નિશ્ચિત સમયગાળા પર ગ્રહો રાશિ પરિવર્તન કરીને યુતિ બનાવતા હોય છે. જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. આ સાથે જ આ યુતિ કોઈ વ્યક્તિ માટે શુભ રહે છે તો કોઈના માટે અશુભ. અત્રે જણાવવાનું કે કન્યા રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ યોગ ચંદ્ર, સૂર્ય અને બુધની યુતિથી બનશે. જેની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેને યોગના પ્રભાવથી આર્થિક લાભ અને ભાગ્યોદય થઈ શકે છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કન્યા રાશિ
તમારા માટે ત્રિગ્રહી યોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી લગ્ન ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. આ સાથે જ તમારી કાર્ય કરવાની શૈલીમાં નિખાર આવશે. કૌટુંબિક સ્થિતિની વાત કરીએ તો તમને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારા કૌટુંબિક જીવનમાં ખુશીઓ અને શાંતિ બંને મળશે. આ સાથે જ જીવનસાથીની આ દરમિયાન પ્રગતિ થઈ શકે છે. આ સાથે જ આ સમયગાળામાં અપરિણીત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. 


મકર રાશિ
ત્રિગ્રહી યોગ મકર રાશિના જાતકોને શુભ ફળ આપી શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના નવમાં ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમય તમારા માટે ભાગ્યોદયનો રહી શકે છે. આ સાથે જ તમે તમારા આત્મવિશ્વાસના દમ પર ઘણું મેળવી શકો છો. તમારી મહેનતની પ્રશંસા થશે. નાની કે મોટી મુસાફરી કરી શકો છો. ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકે છો. આ સમય દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. 


મિથુન રાશિ
તમારા માટે ત્રિગ્રહી યોગનું બનવું લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી  ચતુર્થ સ્થાન પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે. તમે પ્રોપર્ટી, ઘર કે વાહન પણ ખરીદી શકો છો. કાર્યક્ષેત્રમાં તમને અપાર સફળતા મળશે. મન પ્રસન્ન અને સંતુષ્ટ રહેશે. જે લોકો રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી અને જમીન સંપત્તિ સંલગ્ન વેપાર કરે છે તેમને આ સમય દરમિયાન સારો એવો લાભ થઈ શકે છે. તમને તમારી મહેનતનું ફળ મળશે. આર્થિક સ્થિતિની રીતે જોઈએ તો આ દરમિયાન સારો એવો ધનલાભ થઈ શકે છે.


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)