વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહોના રાશિ અને નક્ષત્ર પરિવર્તનથી અનેક યુતિઓ અને યોગ બને છે. ક્યારેક શુભ તો ક્યારેક અશુભ યોગનું સર્જન થાય છે. સપ્ટેમ્બરમાં 16 તારીખે એક ખાસ ઘટના ઘટવાની છે. ગ્રહોના રાજા સૂર્ય 16 ઓગસ્ટના રોજ સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને પછી 16 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં ગોચર કરશે. કન્યા રાશિમાં તેમની યુતિ પાપી ગ્રહ કેતુ સાથે થશે. આ યુતિને જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય કેતુ ગ્રહણ યોગ કહે છે. સૂર્ય કેતુની યુતિ એક દુર્લભ ખગોળીય ઘટના છે જે 18 વર્ષ બાદ બની રહી છે. આ ઘટના તમામ રાશિ પર પ્રભાવ છોડશે પરંતુ 5 રાશિવાળાને સંભાળીને રહેવાની જરૂર છે. જાણો આ રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આ સમય પડકારભર્યો રહી શકે છે. કાર્યક્ષેત્રમાં બાધાઓ આવવાથી સીધી અસર ખિસ્સા અને ખર્ચા પર પડશે.  વેપારમાં આર્થિક નુકસાન વધવાની આશંકા છે. વેપારી જાતકોને માનસિક તણાવ થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. પગમાં દુખાવો થઈ શકે છે. જીવનમાં રહેતી કરણીના સ્તરમાં ઘટાડો થશે. કેટલાક મુદ્દાઓને લઈને કૌટુંબિક જીવનમાં તણાવ વધી શકે છે. 


મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોએ મુસાફરીમાં સાવધાની વર્તવાની જરૂર છે. દુર્ઘટનાનો યોગ છે. કરિયરમાં ઉતાર ચડાવનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર કામમાં ફેરફાર થઈ શકે છે. જેનાથી પરેશાનીઓ વધી શકે છે. ધન સંલગ્ન સમસ્યા થઈ શકે છે. આર્થિક સ્થિતિ નબળી થવાથી ધન સંકટ થઈ શકે છે. કૌટુંબિક જીવનમાં પણ મતભેદ થઈ શકે છે. પ્રેમ સંબંધમાં ખટાશ આવી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. 


સિંહ રાશિ
સિંહ રાશિવાળાને આ યોગનો સૌથી વધુ પ્રભાવ ઝેલવો પડશે. સ્વાસ્થ્ય, ધન અને કરિયર સંલગ્ન સમસ્યાઓ આવી શકે છે. વેપારમાં નુકસાન થઈ શકે છે. શેર બજારમાં રોકાણથી બચો, પૈસા ડૂબી શકે છે. કૌટુંબિક જીવનમાં તણાવ આવી શકે છે. પ્રેમ સંબંધોમાં ખટાશ આવી શકે છે. મુસાફરીમાં સાવધાની વર્તવાની જરૂર છે. માનસિક તણાવ થઈ શકે છે. ત્વચા રોગ, અને એલર્જીની સમસ્યા થઈ શકે છે. મિત્રો સાથે મતભેદ થઈ શકે છે. 


મકર રાશિ
મકર રાશિના વિદ્યાર્થીઓની કરિયરમાં વિધ્ન આવવાની આશંકા છે. આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. બિનજરૂરી ખર્ચા થઈ શકે છે. કાર્યસ્થળ પર તણાવ અને સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે. આર્થિક લેવડદેવડમાં સાવધાની વર્તો, ફ્રોડનું જોખમ છે. કૌટુંબિક જીવનમાં તણાવ આવી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને માથાનો દુખાવો અને આંખોની સમસ્યા. 


મીન રાશિ
મીન રાશિના નોકરિયાત જાતકોને કાર્યસ્થળ પર બોજ વધી શકે છે. અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે. અચાનક ધન હાનિ થઈ શકે છે. જેનાથી માનસિક તણાવ વધી શકે છે. આર્થિક સ્થિતિ અસ્થિર રહી શકે છે. કરિયરના ક્ષેત્રમાં શિક્ષણમાં બાધાઓ આવી શકે છે. ગળા અને દાંત સંબંધિત સમસ્યાઓની સારવારમાં અચાનક ભારે ખર્ચો થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં તણાવ આવી શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)