Griha Laxmi Yog: વર્ષો બાદ બનશે ગૃહલક્ષ્મી યોગ, મેષ સહિત 4 રાશિવાળાનું ભાગ્ય ચમકશે, ચારેકોરથી સફળતા મળશે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહ નક્ષત્રોની સ્થિતિથી અનેક શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે. શ્રાવણના મહિનામાં ગ્રહોની સ્થિતિથી આવનારા દિવસોમાં કેટલીક રાશિઓ માટે ગૃહલક્ષ્મી યોગ નામનો એક વિશેષ યોગ બનશે. એવું કેહવાય છે કે આ શુભ યોગ જાતકો માટે સમૃદ્ધિ, ભાગ્ય અને પ્રગતિ લાવનારો છે. ગૃહલક્ષ્મી યોગથી કોને ફાયદો થશે તે ખાસ જાણો.
Grih Laxmi Yog 2023: જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહ નક્ષત્રોની સ્થિતિથી અનેક શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે. શ્રાવણના મહિનામાં ગ્રહોની સ્થિતિથી આવનારા દિવસોમાં કેટલીક રાશિઓ માટે ગૃહલક્ષ્મી યોગ નામનો એક વિશેષ યોગ બનશે. એવું કેહવાય છે કે આ શુભ યોગ જાતકો માટે સમૃદ્ધિ, ભાગ્ય અને પ્રગતિ લાવનારો છે. ગૃહલક્ષ્મી યોગથી કોને ફાયદો થશે તે ખાસ જાણો.
મેષ રાશિ
મેષ રાશિવાળાનું મન પ્રસન્ન થશે. તમને સલાહ આપવામાં આવે છે કે પોતાના પર સંયમ જાળવી રાખો. ક્રોધથી બચો અને વેપાર પર પૂરતું ધ્યાન આપો. કોઈ મિત્રનો સહયોગ લાભકારી બની શકે છે. તમારા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તમારી ભલાઈ પ્રત્યે સાવચેત રહો. આશા નિરાશાની ભાવનાઓ હોઈ શકે છે. સંતાન સુખમાં વધારો થશે. તમારા સ્વાસ્થ્ય અને ખુશહાલીને પ્રાથમિકતા આપો.
મિથુન રાશિ
માનસિક શાંતિ રહેશે. તમે તમારા જીવનસાથીના સાથનો આનંદ ઉઠાવશો. વેપારમાં વધારો થશે. અધિકારીઓ અને પ્રભાવસાળી વ્યક્તિઓનો સહયોગ મળશે. જીવન પ્રત્યે ગતિ તેજ થશે અને મિત્રોનો સહયોગ મળશે. મિથુન રાશિવાળાની વાણીમાં કઠોરતા આવી શકે છે. આથી વાતચીતમાં બેલેન્સ જાળવવું. તમારી ભાવનાઓ સંતુષ્ટિ અને સંતોષ વચ્ચે ઉતારચઢાવ વાળી હોઈ શકે છે. કૌટુંબિક સહયોગ મળશે અને કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના છે.
સિંહ રાશિ
તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. નોકરીમાં ફેરફારના યોગ છે. પ્રગતિ તથા આવકમાં વધારાની શક્યતા છે. સિંહ રાશિના જાતકોને થોડા સમય માટે પરિવારથી દૂર રેહવું પડી શકે છે. કપડા અને ફેશન પ્રત્યે રસ વધી શકે છે. નકારાત્મક વિચારોનો પ્રભાવ તમારા મન પર પડી શકે છે. કામકાજના મોરચે સુધારાની આશા છે અને પરિવારમાં ધાર્મિક ગતિવિધિઓ વધશે.
તુલા રાશિ
માનસિક શાંતિ રહેશે અને ધૈર્ય જાળવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. બિનજરૂરી તર્ક વિતર્કથી બચો. વેપારની સંભાવનાઓમાં સુધારો થશે અને લાભની તકો મળશે. માનસિક પડકારો વધી શકે છે. કુટુંબમાં ધાર્મિક ગતિવિધિઓ થશે અને તુલા રાશિના જાતકોને ભેટમાં કપડાં મળી શકે છે. કાર્યસ્થળ પર અધિકારીઓ અને વરિષ્ઠોનો સહયોગ મળશે. પ્રગતિનો માર્ગ શુભ રહેશે. તમારા સ્વભાવ ચિડિયો બની શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)