Gujarat Tourism : ગુજરાતમાં આવેલુ શક્તિપીઠ અંબાજી મંદિર ધામમાં રોજ લાખો શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે. અહીંના મોહનથાળના પ્રસાદની બોલબાલા વિદેશ સુધી છે. ત્યારે શ્રદ્ધાળુઓને આ પ્રસાદ ઘર બેઠા મળી શકે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. હવેથી અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ ઘરે બેસીને ઓર્ડર કરી શકાશે. તમે કુરિયરથી આ પ્રસાદ ઘરે મંગાવી શકો છો તેવી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામા આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યાત્રાધામ અંબાજીમાં જિલ્લા કલેક્ટર અને દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરુણ બરનવાલેએ મહત્વની જાહેરાતક રી છે. જેમાં શ્રદ્ધાળુઓ હવે ઘરે બેઠા કુરિયરથી અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ મંગાવી શકો છો. આવતીકાલે સોમવારથી આ સુવિધા શરૂ થવા જઈ રહી છે. 


ઓપરેશન લોટસઃ વિધાનસભામાં કોંગ્રેસને એક આંકડામાં લાવી દેવાનો ભાજપનો વ્યુહ સફળ થશે?


કેટલા દિવસમાં પ્રસાદ ઘરે મળી જશે
કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું કે, શ્રદ્ધાળુઓ અને તમામ સમાજના સહયોગથી અને સામાજિક રીતે શ્રદ્ધાળુઓને જોડવાનો નવનીત પ્રયાસ કરાયો છે. જેમાં હવેથી અંબાજી મંદિરનો મોહનથાળ અને ચીકીના પ્રસાદ માટે ઓનલાઇન બુકીંગ શરુ કરાશે. ઓનલાઇનથી શ્રદ્ધાળુઓને પ્રસાદ ઘરે બેઠા કુરિયર મારફતે મળે તેવી વ્યવસ્થા શરુ કરાશે. ઓનલાઇન પ્રસાદ માટે પ્રવર્તમાન વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આ ઓનલાઇન પ્રસાદ વ્યવસ્થા પ્રયાગિક ધોરણે શરુ કરાશે. યાત્રિકોએ પ્રસાદ માટે પ્રીપેડ પદ્ધતિથી ઓનલાઇન ચુકવણું કરવાનું રહેશે. ચાર દિવસમાં શ્રદ્ધાળુઓને પ્રસાદ ઘરે બેઠા મળી જશે. 


 


યુવતીએ દમણના બીચ પર એવુ કર્યું કે, હાજર લોકો રીતસરના હચમચી ગયા


હવેથી મંદિરમાં મફત ભોજન મળશે 
ઉલ્લેખનીય છે કે, રામ જન્મ ભૂમિ અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતીષ્ઠાના પવિત્ર દિવસથી અંબાજી માટે કેટલાક નવા નિર્ણયો લેવાયા છે. આવતીકાલે 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી આ દિવસથી જ ઓનલાઈન પ્રસાદની સુવિધા શરૂ કરાશે. આ ઉપરાંત અંબાજી મંદિર સંચાલિત અંબિકા ભોજનાલયમાં નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા પણ શરૂ કરાશે. હાલમાં યાત્રિકો પાસેથી ટોકન દરે રૂપિયા 20 નો દર લેવાય છે. પરંતું આવતીકાલે 22 જાન્યુઆરીથી ભોજનાલયમાં યાત્રિકોને નિઃશુલ્ક ભોજન પીરસાશે. 


પાર્કિંગ માટે લેવાયો મોટો નિર્ણય 
આ ઉપરાંત અંબાજી માં પાર્કિંગ સમસ્યા દૂર કરવા નવો નિર્ણય લેાવોય છે. જે મુજબ,  અંબાજીમાં મંદિરના પાર્કિંગ પ્લોટ ઉપર ફાસ્ટેગ જેવી સુવિધાથી સંચાલન કરાશે. અંબાજીમાં 1 ફેબ્રુઆરીથી પાર્કિંગ ઓટોમેટિક સિસ્ટમથી કાર્યરત થશે.  ફાસ્ટેગ નહિ હોય તેવા એ ડેબિટ કાર્ડ, QR કોડ અથવા UPI સિસ્ટમથી પાર્કિંગનો ચાર્જ ચૂકવવો પડશે. 


દમણના દરિયે યુવતીની અશ્લીલ હરકતથી હચમચી જશો, જાહેરમાં ટોપ ઉતારી વીડિયો બનાવ્યો