Bhavnagar Botad News બોટાદ : સાળંગપુરનું કષ્ટભંજન હનુમાન મંદિર ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહી બારેમાસ ભક્તોનો ધસારો રહેતો હોય છે. તેમાં પણ હનુમાન દાદાનો શનિવાર હોય તો વધુ ભીડ રહેતી હોય છે. અમદાવાદથી મોટી સંખ્યામાં સાળંગપુર હનુમાન મંદિરના દર્શને જતા હોય છે. આવામાં સાળંગપુર ધામમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી હતી. જેને પગલે જિલ્લા પોલીસ વડાએ મહત્વનો નિર્ણય લીધો છે. સાળંગપુર ધામે ટ્રાફિક સમસ્યાને લઈને પોલીસે નો પાર્કિંગ ઝોન જાહેર કર્યો છે. આ વિશે બોટાદ જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, બોટાદમાં સુપ્રસિદ્ધ હનુમાન મંદિર આવેલું છે. આ મંદિરમાં ભક્તોની સતત અવરજવરને કારણે મંદિરની આસપાસ ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. અહીં મોટા પ્રમાણમાં યાત્રાળુઓ આવતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા રહે છે. આવામાં ટ્રાફિક સમસ્યાને હલ કરવા જિલ્લા પોલીસ દ્વારા નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. સાળંગપુર ગામે બરવાળા બોટાદ હાઈવે રોડ, ગુદા ત્રણ રસ્તાથી ભરવાડ વાસ સુધી, સાળંગપુર ગામના ભરવાડ વાસથી મંદિરના ગેટ-1 સુધીનો વિસ્તાર ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરાયો છે. તેથી ભક્તોને અપીલ છે કે, તેનુ પાલન કરે, અને આ મામલે સહયોગ આપે.


ગુજરાતના જૈન મંદિરમાં થયો ચમત્કાર, મહાવીર સ્વામીના કપાળે દેખાયું સૂર્યતિલક


સારંગપુર એ ભારત દેશના ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં આવેલું ગામ છે. સારંગપુર ગામમાં સ્થિત ઐતિહાસિક શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર અને BAPS સ્વામિનારાયણ મંદિર માટે સમગ્ર ભારતમાં જાણીતું છે. આશરે 3000નું ગામ અમદાવાદ જિલ્લાની સરહદે આવેલું છે. નજીકનું શહેર બોટાદ છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના અંતધ્યાન બાદ અનાદિ મૂળ અક્ષરમૂર્તિ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર ગામમાં વેદોકતવિધિથી શ્રી કષ્ટભંજન-હનુમાનજી મહારાજની આ મૂર્તિની સ્થાપના કરી હતી.


તમે પાટીદાર છો અને તમારા ઘરે પ્રસંગ લેવાયો છે તો આ ખાસ જાણો, સમાજમાં આવ્યા ફેરફાર


આ મંદિર ભક્તજનોમાં કષ્ટ નિવારવા માટે તેમજ જેમને ભુત –પ્રેત કે અનિષ્ટ તત્વોથી પીડાતા હોય તેવા લોકો માટે આ મંદિર ઘણું સત્કારી તેમજ ચમત્કારી મનાય છે. બોટાદ જીલ્લાના બરવાળા તાલુકામાં સાળંગપુર ગામે આવેલ આ મંદિર માટે એમ કહેવાય છે કે ભુત -પ્રેતાત્માથી પીડિતો માત્ર એકવાર જો સાળંગપુર હનુમાનજીના દર્શન કરી લે તો તેમને આવી પીડામાથી મુક્તિ મળે છે. 


જુનિયર ક્લાર્કની પરીક્ષાના અપડેટ : મુસાફરી ભથ્થા અંગે હસમુખ પટેલે કરી નવી જાહેરાત