ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતીઓ હંમેશાં પોતાની રૂઢિચુલ્ત નિયમો માટે જાણીતા છે, એટલું જ નહીં અહીં કેટલીક ખોટી માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ પણ છે. પરંતુ આ બધી માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ આવી ક્યાંથી? ક્યાંકને ક્યાંક આપણા વડવાઓ પાસેથી આપણને આ બધું વારસાગત મળ્યું છે. એટલું જ નહીં, હિન્દુ ધર્મમાં એવા ઘણા ગ્રંથો અને પુરાણો લખાયા છે જેમા વિગતવાર માહિતી આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી જ એક માહિતી આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. ગરૂડ પુરાણમાં મૃત્યું પછી શું કરવું? ક્યાં જાય છે આત્મા જેવી અનેક માહિતી વિગતવાર વર્ણવવામાં આવી છે. મૃત્યુ આપણા જીવનનું અટલ સત્ય છે, જેને કોઈપણ વ્યક્તિ રોકી શકતો નથી. આ પૃથ્વી પર જે વ્યક્તિનો જન્મ થયો છે, તેનું મૃત્યુ એકના એક દિવસ નિશ્ચિત છે. હિન્દુ ધર્મમાં જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે તેના મૃત શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે પરંતુ હિન્દુ ધર્મમાં, જ્યારે કોઈ વ્યક્તિ સાંજે અથવા રાત્રે મૃત્યુ પામે છે.



શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ દિવસના અંતે મરી જાય છે તો તેની લાશને તુલસીના છોડની પાસે રાખવી જોઈએ. આ ઉપરાંત, મૃતદેહ એકલો ન છોડવો જોઈએ. કારણ કે મૃત માણસની આત્મા ત્યાં આજુબાજુ ભટકતી રહે છે. જેના લીધે વ્યક્તિનું મૂર્ત શરીર એકલું પડી જાય છે. જેના લીધે વ્યક્તિના શરીરમાં કોઈ દુષ્ટ આત્માની છાયા ઘૂસી શકે છે. તેથી જ મૃતદેહ રાત્રે એકલું રાખવામાં આવતું નથી. ત્યારે મૃત શરીરને ઘરે જ રાખવામાં આવે છે અને લાશની પરિવારના લોકો દ્વારા આખી રાત રક્ષા કરવામાં આવે છે. હવે તમે વિચારતા હશો કે આવું કેમ કરવામાં આવે છે? જો તમારા મનમાં પણ આ પ્રશ્ન આવે છે તો આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવવા જઈ રહ્યા છીએ.



હિન્દુ ધર્મમાં જ્યારે કોઈ વ્યક્તિ સાંજે અથવા રાત્રે મૃત્યુ પામે છે, ત્યારે લાશને આખી રાત ઘરે રાખવામાં આવે છે અને બીજા દિવસે તેની અંતિમયાત્રા કાઢવામાં આવે છે કારણ કે હિંદુ ધર્મમાં સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી. આવી સ્થિતિમાં સાંજે અથવા રાત્રે, શબને તુલસીના છોડની નજીક રાખવામાં આવે છે અને તેની રક્ષા કરવામાં આવે છે. આ સાથે કોઈ પ્રાણી શબને નુકસાન ન પહોંચાડે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. તેથી જ પરિવારના લોકો મૃત શરીર પાસે બેસીને આખી રાત તેનું ધ્યાન રાખે છે. આ દરમિયાન મૂર્ત શરીર પાસે અગરબત્તી પણ પ્રગટાવવામાં આવે છે, જેથી મૃત શરીરમાંથી કોઈ અશુદ્ધ ગંધ ન આવે.



જે ધાર્મિક વિધિ માનવીના મૃત્યુ પછી કરવામાં આવે છે, તેને અંતિમવિધિ તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવે તો તેના આત્માને શાંતિ મળતી નથી. તેથી જો કોઈ રાત્રે મૃત્યુ પામે છે શબને લઈને સ્મશાનગૃહમાં ન જવું જોઈએ. આ સિવાય જો સુર્યાસ્ત પછી કોઈનું મૃત્યું થયું હોય તો પણ તેના મૃતદેહને બીજા દિવસ સુધી રાખવામાં આવે છે. કારણ કે ગરૂડ પુરાણમાં સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કરવાની મનાઈ છે. આ કારણે મૃતકરની આત્મા અધોગતિ પામે છે અને તે અસુર, રાક્ષસ અને પિશાચ યોનિમાં જન્મ લે છે.


રાત્રે મૃતદેહને એકલા મુકવાની મોટી પરેશાની થઈ શકે છે. વાસ્તવમાં તમામ દુષ્ટ આત્માઓ રાત્રિ દરમિયાન ફરતી હોય છે. આવી સ્થિતિમાં તેઓ મૃતકના શરીરમાં પ્રવેશ કરી શકે છે અને પરિવારના સભ્યો માટે પણ મુશ્કેલી ઉભી કરી શકે છે. મૃત શરીરને એકલું ના રાખવું જોઈએ કારણ કે મોત પછી મૃતકની આત્મા મૃત શરીરની આસપાસ જ રહે છે. તે શરીરમાં પાછા પ્રવેશવા માંગે છે કારણ કે તેણીના શરીર સાથે તેનો લગાવ હોયા છે અને પ્રિયજનોનો પ્રેમ તે આત્મા પર પ્રભુત્વ ધરાવે છે. આવી સ્થિતિમાં જ્યારે તે તેના લોકોને મૃત શરીરને એકલા છોડીને જતા જુએ છે, ત્યારે તે દુખી થાય છે.



જો મૃત શરીરને એકલું છોડી દેવામાં આવે તો તેની આસપાસ લાલ કીડીઓ કે અન્ય જીવજંતુઓ આવવાનો ડર રહે છે. તેથી મૃતદેહની નજીક બેઠેલી વ્યક્તિની કાળજી લેવી જરૂરી છે. અમુક તાંત્રિક ક્રિયાઓ પણ રાત્રે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં મૃતદેહને એકલા છોડી દેવાથી મૃત આત્મા મુશ્કેલીમાં મુકાઈ શકે છે. તેથી જ મૃતદેહની આસપાસ કોઈને હોવું જરૂરી છે.


જો કોઈ વ્યક્તિનું પંચક સમયગાળા દરમિયાન મોત થાય છે તો પંચક સમયગાળા દરમિયાન મૃતદેહને બાળી શકાય નહીં. મૃતદેહના અગ્નિસંસ્કાર કરવા માટે વ્યક્તિએ પંચક સમય સમાપ્ત થયાની રાહ જોવી જોઈએ. ત્યાં સુધી ડેડ બોડીને ઘરમાં રાખવામાં આવે છે અને કોઈએ ડેડ બોડીની પાસે રહેવું પડે છે. ગરૂડ પુરાણ અનુસાર જો પંચકમાં કોઈનું મોત થાય છે તો તેની સાથે તેના પરિવારના અન્ય પાંચ લોકો પણ મૃત્યું પામે છે. આ ડરના ઉકેલ માટે મૃતક સાથે લોટ, ચણાનો લોટ અથવા કુશ (સુકા ઘાસ)ના બનેલા પાંચ પુતળાઓ મૃતદેહની જેમ સંપૂર્ણ વિધિ સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવે. આમ કરવાથી પંચક દોષ નષ્ટ થાય છે.



મૃત શરીરને એકલું ન છોડવાનું સૌથી મોટું કારણ એ છે કે જો મૃત શહેરને એકલું છોડી દેવામાં આવે તો કૂતરા અને બિલાડી જેવા પ્રાણીઓ તેને વિક્ષેત કરી શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)