Gujarat Temples : આવતીકાથી માતાનો નવરાત્રિનો પર્વ શરૂ થશે. ત્યારે મોરબી (Morbi) જિલ્લામાં આવતા મંદિરોમાં માટેલ ખોડિયાર માતાજી (Khodiyar Maa) ના મંદિરનું મંદિર બહુ જ ખાસ બની જાય છે. આ મંદિર આતિ પ્રાચીન અને ધાર્મિક મહત્વ ધરાવે છે. આ મંદિરમાં માતાજી ખોડિયાર સાતેય બહેનો સાથે બિરાજે છે અને માતાજી ભક્તોના દુઃખ દુર કરે છે. મોરબી કે ગુજરાત (Gujarat) માંથી જ નહિ, પરંતુ મુંબઈ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. કેટલાક ભકતો પોતાની મનોકામના પૂરા થવા પર આકરી બાધા પણ માનતા હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબીના વાંકાનેર હાઈવેથી સાત કિલોમીટર અંદરના ભાગમાં માટેલ ગામ આવેલું છે. કહેવાય છે કે, આ ગામનું ખોડિયાર માતાનું મંદિર લગભગ 1100 વર્ષ કરતા પણ વધુ પ્રાચીન છે. મંદિરના મહંત રણછોડભાઈ દૂધરેજિયા કહે છે કે, હાલમાં લોકો જેને ખોડિયાર માતાજીના નામથી જાણે છે તે ખોડિયાર માતાજીનું સાચું નામ જાનબાઈ હતું. નાનપણમાં જાનબાઈ એટલે કે ખોડિયાર માતાજી તેમની સાત બેહનો અને ભાઈની સાથે રમતા હતા, ત્યારે ખોડીયાર માતાજીના ભાઈને સાપ કરડી ગયો હતો. ભાઈને સજીવ કરવા માટે માતાજી હાલમાં માટેલ મંદિરની સામેના ભાગમાં જે માટેલીયો ધારો આવેલો છે, તેમાંથી પાતાળલોક ગયા હતા.


અંબાલાલ પટેલે કહ્યું, વાવાઝોડું તો આવશે જ, આ દિવસે અરબ સાગરમાં મોટી હલચલ થશે


લોકવાયકા એવી પણ છે કે, માટેલ ગામે ભૂરો ભરવાડ હતો, જેની એક ગાય રોજ એક જગ્યાએ દોરવાઈ જતી હતી. એક દિવસે ગાય માટલીયા ધરામાં જવા લાગી ત્યારે ભૂરા ભરવાડે ગાયનું પૂછડું પકડ્યું હતું. જેથી ગાયની સાથે તે પણ માટલીયા ધરામાં ગયો હતો. અંદર જઈને જોયું તો ધરામાં સોનાનું મંદિર હતું અને માતાજી હિંડોળા ઉપર ઝૂલે ઝૂલતા હતા. તેની ગાય રોજ દોરવાઈ જતી હોવાથી તેણે માતાજી પાસેથી વળતર માંગ્યું હતું. ત્યારે માતાજીએ ભૂરા ભરવાડને જારના આપ્યા હતા. જોકે ભૂરા ભરવાડે જારના ફેંકી દીધા હતા. પરંતુ એક તેના ધાબળામાં ચોટી ગયું હતું, જે સોનાનું હતું. હાલમાં જે જગ્યાએ માતાજીનું મંદિર આવેલ છે ત્યાં જારનું ઝાડ આવેલ છે અને તેમાં માતાજીનું ત્રિશુલ છે. જે દર વર્ષે ચોખ જેટલું વધે છે તેવું કહેવાય છે. 


દિલ્હીથી તેડુ આવતા ઝટપટ દોડ્યા નેતાઓ : સંગઠન ને બોર્ડ નિગમ માટે ગમે ત્યારે આવશે આદેશ


માતા ખોડિયારનું  હાલ જે જગ્યાએ મંદિર છે ત્યાં જ માતાજી પ્રગટ થયા છે. ખાસ કરીને રવિવાર અને મંગળવારે માતાજીના દર્શન કરવા માટે દૂરદૂરથી યાત્રાળુઓ આવતા હોય છે. લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયેલા માટેલ ખોડિયાર ધામમાં દર વર્ષે ભક્તોની સંખ્યા વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીને મંદિરમાં યાત્રાળુઓ માટે સતત સુવિધ વધારવામાં આવે છે. હાલમાં મંદિરમાં બહાર ગામથી આવતા માઈભક્તો માટે 110 રૂમની રહેવા માટેની અને બંને ટાઇમ જમવા માટે અન્નક્ષેત્રની સુવિધા છે. આ ઉપરાંત 140 ગાય મંદિરની ગૌશાળામાં છે.  


ભારત-પાકિસ્તાન મેચ પહેલા સટ્ટા બજારમાં ભારતનું માર્કેટ ઉચકાયું, આટલો બોલાયો ભાવ


એવું કેહવાય છે કે ભૂરો ભરવાડ માટલીયા ધરામાં સોનાનું મંદિર જોઈ ગયો હોવાથી તેને વાત કરતા રાજાએ ધરામાંથી સોનાનું મંદિર બહાર કાઢવા માટે 999 કોસ મુકાવ્યા હતા. કાળા ઉનાળે માટલીયા દરની બાજુમાં જ ભાણેજીયો ધરો આવેલ છે, તેમાં પાણી લઇ ગયા હતા, તો પણ ધરામાં પાણી ખાલી થયું ન હતું. આજે પણ માટેલ ગામના લોકો માટલીયા ધરાનું પાણી ગાળિયા વગર જ પીવા માટે ઉપયોગ કરે છે. લોકો માને છે કે, આ ગામના લોકો પાણીજન્ય બીમારીનો ભોગ બનતા નથી. ઉપરાંત માટલીયા ધરાનું પાણી પણ ઘણા લોકો પોતાની સાથે લઇ જતા હોય છે. મોરબી તથા આસપાસના વિસ્તારમાંથી ઘણા પદયાત્રીઓ માટેલ સુધી ચાલીને આવતા હોય શનિવારે રાતે પદયાત્રીઓની સેવા કરવા માટે ઘણા સેવાભાવીઓ મોરબી વાંકાનેર હાઈવે પર કેમ્પ કરતા હોય છે.  


Ind vs Pak : 2 વાગ્યે મેચ શરૂ થશે, અમદાવાદનો 2.5 કિમીનો રસ્તો 12 કલાક બંધ રહેશે