ઝી બ્યૂરો, અમદાવાદઃ કહેવાય છેકે, શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર છે...આ ઉક્તિને અનુરૂપ એક એવું શિવમંદિર છે જ્યાં રોજ સવારે શિવલિંગ પર એક ફૂલ મળી આવે છે. એવી માન્યતા છે અને લોકવાયકા પણ છેકે, આ મંદિરમાં રોજ વહેલી સવારે એક યૌદ્ધા પુજાપાઠ કરવા આવે છે. આ યોદ્ધાનો સીધો સંબંધ મહાભારત સાથે છે. મહાભારતકાળથી આ યોદ્ધા અહીં રોજ સવારે પૂજાપાઠ કરવા આવે છે એવી માન્યતા પ્રવર્તમાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણીને નવાઈ લાગશે પણ આ યોદ્ધા બીજું કોઈ નહીં પણ મહાભારતના મહત્ત્વના પાત્રો પૈકોનો એક છે. આ યોદ્ધા અર્જૂનના ગુરુ દ્રૌણાચાર્યનો પુત્ર અશ્વસ્થામા હોવાની માન્યતા અહીંના લોકોમાં વર્ષોથી પ્રવર્તમાન છે. આ શિવલિંગની જાણ અત્યારથી 500 વર્ષ પહેલા થઇ હતી. જેની પણ એક ચર્ચિત કથા છે કે એક યાદવ વંશનો ગોવાળીયો હતો. જેની પાસે કાળી ગાય હતી, આ ગાય એટલી ઉચ્ચ કોટીની હતી કે બચ્ચા વગર જ દૂધ આપતી હતી. એવી પણ માન્યતા છેકે, છેલ્લી વખત અશ્વત્થામાના દર્શન પૃથ્વીરાજ ચૌહાણે કર્યા હતા. 


ઉલ્લેખનીય છેકે, આ મંદિર ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં આવેલું છે. આ એક ખુબ પ્રખ્યાત અને પૌરાણિક શિવમંદિર છે. અહીં મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવતા હોય છે. એવું કહેવાય છેકે, આજે પણ મહાભારત કાળનો યોદ્ધા અહીં દરરોજ શિવલિંગ પર જળ ચઢાવવામાં આવે છે. આ મંદિરમાં રોજ સવારે શિવલિંગ પર એક જંગલી પુષ્પ જોવા મળે છે. આસપાસમાં ક્યાંય કોઈ એવી જગ્યા નથી જ્યાં આવું ફૂલ જોવા મળતું હોય. એવું પણ કહેવાય છેકે, રોજ આ યોદ્ધા શિવલિંગ પર ફૂલ ચઢાવીને ત્યાં જોરજોરથી બૂમો પાડતો હોય છે અને મહાદેવની માફી માંગતો હોય છે.


ગુરુ દ્રોણાચાર્યએ કરી હતી શિવલિંગની સ્થાપનાઃ
દ્વાપર યુગના મહાભારત કાળમાં અરણ્ય વનનો ઉલ્લેખ આવે છે, જ્યાં પાંડવો અને કૌરવોના ગુરૂ દ્રોણાચાર્ય રહેતા હતા. અહીં ગુરૂ દ્રોણાચાર્યએ એેક શિવલિંગની સ્થાપના કરી હતી. અહીં દ્રોણાચાર્ય તેના અજર અમર પુત્ર અશ્વત્થામાને ગુપ્ત શસ્ત્ર વિદ્યાઓનુ જ્ઞાન આપતા હતા. ગુરૂ દ્રોણાચાર્યએ અહીં તેના શિષ્યોને બ્રહ્માસ્ત્ર અને શબ્દભેદી બાણ જેવા અનેક દિવ્ય શસ્ત્ર પ્રદાન કર્યા હતા. આ સ્થાન ગંગા કિનારે છે. પ્રાચીન દંતકથા મુજબ અશ્વત્થામા દ્રૌપદીના પાંચ પુત્રોનો વધ કર્યા બાદ આ શિવલિંગની સામે હત્યારાની જેમ બૂમો પાડતો હતો ત્યારે ખેરેશ્વર બાબાએ તેમને સમાધિસ્થ થવાના આશીર્વાદ આપ્યાં અને સાથે કહ્યું કે તમે સપ્તઋષિ મંડળમાં પોતાનુ સ્થાન પ્રાપ્ત કરશો. 


દરરોજ શિવલિંગ પર ચડાવેલા હોય છે જંગલી પુષ્પ-
આ પવિત્ર સ્થાન ઉત્તર પ્રદેશના કાનપુર મહાનગરના ગ્રામીણ ક્ષેત્ર બાંકા છતરપુર, શિવરાજપુરમાં બાબા ખેરેશ્વર ધામના નામથી સ્થિત છે. કહેવાય છે કે અમર અશ્વત્થામા આજે પણ અહીં દરરોજ શિવ ઉપાસના કરવા આવે છે. અહીંના પૂજારી પેઢી દર પેઢી બાબા ખેરેશ્વરની સેવા કરી રહ્યાં છે. પૂજારીઓના પૂર્વજો મુજબ આ શિવલિંગની ઉપર સવારે જંગલી પુષ્પ અને જળ ચડાવેલુ હોય છે. જ્યારે દરરોજ રાત્રે શિવલિંગને સ્નાન કરાવીને સ્વચ્છ કર્યા બાદ મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે, જ્યારે સવારે આ મંદિરના દરવાજા ખોલવામાં આવે છે તો પૂજા-અર્ચના થયેલી હોય છે. આ બધાનુ માનવુ છે કે અશ્વત્થામા અહીં હજી પણ દરરોજ પૂજા કરવા આવે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)