ઘર કંકાસ, લગ્ન જીવનની મુંજવણો અને આર્થિક સંકળામણ...ગુરુવારના આ ઉપાયથી થશે દૂર
આ ઉપાયો કરનારના ઘરમાં કોઈ સમસ્યા રહેતી નથી. આ ઉપાયો કરવાથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. આ વારના દેવતા ગુરુ છે અને તેને પ્રસન્ન કરવા માટે આ 5 સરળ ઉપાયમાંથી કોઈ એક કરી શકાય છે. ઘણીવાર એવું બને છે કે ઘરમાં કોઈને કોઈ કારણોસર ક્લેશ થાય છે.
નવી દિલ્લીઃ ગુરુવાર દરેક વારમાં ખુબ શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છેકે, ગુરુવારે તમે કોઈ પણ સારા કાર્યો કરી શકો છો. ગુરુવારના દિવસે દાન-પુણ્યનું પણ ખાસ મહત્ત્વ છે. ત્યારે જાણીએ ગુરુવારે કરવાના ખાસ ઉપાયો જેનાથી ઘરની સમસ્યાઓ, લગ્ન જીવનની મુંજવણો અને આર્થિક સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે એવું જ્યોતિષ શાસ્ત્રોમાં સુચવે છે.
આ ઉપાયો કરનારના ઘરમાં કોઈ સમસ્યા રહેતી નથી. આ ઉપાયો કરવાથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. આ વારના દેવતા ગુરુ છે અને તેને પ્રસન્ન કરવા માટે આ 5 સરળ ઉપાયમાંથી કોઈ એક કરી શકાય છે. ઘણીવાર એવું બને છે કે ઘરમાં કોઈને કોઈ કારણોસર ક્લેશ થાય છે. અનેક પ્રયત્નો છતાં લગ્ન અને નોકરી જેવા કાર્યોમાં અડચણો આવે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો ગુરુવારએ આ ખાસ ઉપાયો કરવા જોઈએ.
જાણો ગુરુવારે કરવાના પાંચ સરળ ઉપાયોઃ
1. ગુરુવારે કેળાના ઝાડમાં જળ અર્પણ કરી અને શુદ્ધ ઘીનો દીવો કરી ગુરુના 108 નામનું ઉચ્ચારણ કરવું. તેનાથી જીવનસાથી સાથેના વિવાદ દૂર થાય છે.
2. વિવાહમાં વિલંબ થતો હોય તો ગુરુવારનું વ્રત કરવું અને પીળા કપડા ધારણ કરવા અને ભોજનમાં પણ પીળી વસ્તુનું સેવન કરવું.
3. સ્વાસ્થ્ય સમસ્યા ચાલતી હોય તો ગુરુવારે મંદિરમાં હળદરની માળા રાખવી અને લક્ષ્મી નારાયણને લાડૂનો ભોગ ધરાવવો.
4. ઘરની દરિદ્રતા દૂર કરવી હોય તો ગુરુવારે ઘરના સભ્યોએ ખાસ કરીને મહિલાઓએ વાળ ધોવા નહીં અને નખ કાપવા નહીં.
5. પ્રમોશન કે નોકરીમાં આવતી બાધાઓ દૂર કરવા માટે ગુરુવારે કોઈ મંદિરમાં પીળી વસ્તુ, ખાદ્ય સામગ્રી કે કપડાનું દાન કરવું. આ ઉપાય કરવાથી લગ્ન થવામાં નડતી બાધાાઓ પણ દૂર થાય છે.
ગુરુવારે આ રીતે કરો દિવસની શરૂઆતઃ
બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને સ્નાન કરો.
સ્નાન સમયે 'ઓમ બ્રી બૃહસ્પતે નમઃ' નો જાપ કરો.
ગુરુના કોઈપણ પ્રકારના દોષને દૂર કરવા માટે તમારે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને ગુરુવારે સ્નાન કરવું જોઈએ.
સ્નાન કરતી વખતે "ઓમ નમો ભગવતે વાસુદેવાય" મંત્રનો જાપ કરો.
ગુરુવારે વ્રત રાખો અને કેળાના છોડની પૂજા કરીને જળ ચઢાવો. આમ કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે અને જો તમે પરિણીત છો તો તમારા દાંપત્ય જીવનમાં કોઈ સમસ્યા નહીં આવે.
સ્નાન કર્યા પછી પીળા રંગના કપડાં પહેરો.
સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ અને ચિત્રની સામે ઘીનો દીવો પ્રગટાવો.
ભગવાન વિષ્ણુને પીળા રંગના ફૂલોની સાથે તુલસીના નાના પાન અર્પણ કરો.
કપાળ પર હળદર, ચંદન અથવા કેસરનું તિલક લગાવો.
માન્યતા અનુસાર, ભગવાન બૃહસ્પતિને પીળી વસ્તુઓ ખૂબ જ પસંદ છે. એટલા માટે આ દિવસે પીળા રંગની વસ્તુઓ જેમ કે ચણાની દાળ, ફળ વગેરે બ્રાહ્મણોને દાન કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)