Gujarat Tourism : ગાંધીનગરના અંબોડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે આવતીકાલે મિની પાવાગઢ- શ્રી મહાકાલી મંદિરનું લોકાર્પણ કરાશે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ પ્રાચીન મંદિરનું અંદાજે રૂ. ૦૨ કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગરના માણસા તાલુકાના અંબોડ ગામમાં આવેલું અતિ પ્રાચીન મહાકાલી મંદિરનું આવતીકાલ તા. ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે માણસા અને વિજાપુરના ધારાસભ્ય, ટ્રસ્ટી તેમજ માઈ- ભક્તો ઉપસ્થિત રહેશે. 


શરૂ થઈ ગઈ વાવાઝોડાની અસર, આ તારીખે જોવા મળશે દાનાનું અતિ ભયાનક સ્વરૂપ


સાબરમતી એટલે કે, સાબર મૈયાના નયનરમ્ય ખોળે બિરાજમાન મહાકાલી માતાનું મંદિર લગભગ ૬૧૧ વર્ષ જેટલું પ્રાચીન છે. રાજ્ય સરકાર દ્વારા વિકાસ ભી, વિરાસત ભી’ ના મંત્ર સાથે આસ્થાના કેન્દ્રનું સંવર્ધન થઇ રહ્યું છે. જેના પરિણામે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ પ્રાચીન મંદિરનું અંદાજે રૂ. ૦૨ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, લોક વાયકા મુજબ ૧૫ મી સદીમાં આ મંદિરનું ત્રણ પથ્થરના ગોખમાં દિવા-અગરબત્તી કરી માતાજીને સ્થાપના કરી હતી જેથી આ મંદિરને મીની પાવાગઢ તરીકે પ્રચલિત થયું છે. આજે રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં યાત્રાળુઓ માતાજી પર આસ્થા રાખી દર્શનાર્થે આવે છે.


આટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટ