Dwarka Updates : અનોખી ભક્તિની મિશાલ આપીએ એટલી ઓછી છે. ભક્તિ એટલે નિસ્વાર્થપણે થતી ભગવાનની સેવા. પરંતુ ક્યારેક એવા ભક્તો પણ હોય છે, જેમને જોઈને ભગવાન પણ ધન્ય બની જાય છે. ત્યારે ગુજરાતના એક એવા ભક્તની ભક્તિનો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને તમે કહેશો કે ભક્ત હોય તો આવા. પંચમહાલ જિલ્લાના નસીરપુર ગામના 66 વર્ષીય વૃદ્ધ વાલા ગઢવી ઉલટા પગે દ્વારકા જવા નીકળી પડ્યા છે. આ પાછળ ન માત્ર ભક્તિ, પરંતું એક ખાસ કારણ જવાબદાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોધરાના નસીરપુરથી 18 મી ફેબ્રુઆરીથી તેઓએ પદયાત્રા શરૂ કરી હતી. તેઓએ ઉલટા પગે ચાલીને દ્વારકા અને સોમનાથની પદયાત્રા કરવાનું નક્કી કર્યં છે. આ પાછળ એક કારણ એવુ છે કે, બે વર્ષ પહેલા કોરોનાએ આખા વિશ્વને ભરડામાં લીધો હતો. ત્યારે તેઓએ આ મહામારીથી દુનિયાનું રક્ષણક રવા માટે પ્રાર્થના કરી હતી. તેથી તેઓ હવે આ પ્રાર્થના સાથે પદયાત્રા કરવા નીકળી પડ્યા છે. 


એક ખાસ વ્યક્તિને મળવા ગૃહમંત્રી અમિત શાહે પ્રોટોકોલ તોડ્યો, કાફલો રોકાવ્યો


વાલા ગઢવીને ભગવાન પર અનોખી શ્રદ્ધા છે. તેથી તેઓએ આ પ્રણ લીધુ હતું. હવે જ્યારે વિશ્વ આ ભયાનક બીમારીમાંથી બહાર આવી ગયું છે ત્યારે તેઓ પોતાની બાધા પૂરી કરવા નીકળી પડ્યા છે. ખાસ તો એ છે કે, રસ્તામાં તેમને સારુ સન્માન મળી રહ્યું છે. અંદાજે 900 કિલોમીટરની લાંબી યાત્રા ઉલ્ટા પગે ચાલીને વાલાભાઈ જામનગર પહોંચ્યા હતા, ત્યારે જામનગરના ચારણ સમાજ દ્વારા ખીજડીયા પાટીયા પાસે આવકાર આપીને સન્માન પણ કરવામાં આવ્યુ હતુ. 


ભક્તિમાં અનોખી તાકાત છે. તેથી 66 વર્ષીય વૃદ્ધને ન તો થાક લાગે છે, ન તો તેમના શરીરમાં કોઈ નબળાઈ આવી છે. તેઓ કહે છે કે, ઉલટા પગે ચાલવાનું હોવાથી થોડી મુશ્કેલી પડે છે, પરંતુ ભગવાન મારા સાથી છે. જોકે, તેમના મિત્ર તેમની પદયાત્રામાં તેમના સાથી બન્યા છે. 75 વર્ષીય વાલા જીવા આલગા પણ તેમની સાથે જોડાયા છે. તેમની યાત્રા 900 કિલોમીટર સુધીની છે. 


ખાસ વાત તો એ છે કે, આ અગાઉ રાજસ્થાનના રામદેવડા સુધીની અંદાજે 850 કિમીની આ રીતે પદયાત્રા કરી હતી.